________________
૯.
શ્લોક :
उन्मत्तमासाद्य भृशं प्रहृष्यन्उद्धूलयन् भूतिमुदारशक्ति: । अलंकृतो भोगिभिरिन्द्रियौघो,
नृणां स्फुटं शंकर एव भाति । । १९३ । ।
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩
શ્લોકાર્થ ઃ
ઉન્મત્ત જીવને પ્રાપ્ત કરીને અત્યંત હર્ષને પામતો, ભભૂતિને દેહ ઉપર લગાવતો, ઉદાર શક્તિવાળો, ભોગની ઇચ્છારૂપ શાપથી શોભતો ઈન્દ્રિયનો સમૂહ મનુષ્યને સ્પષ્ટ શંકર જ ભાસે છે. II૧૯૩।।
શ્લોક ઃ
पथप्रवृत्तानपि शास्त्रपाठकशाप्रहारानवधीरयन्तः । हृत्वा जनानिन्द्रियशूकलाश्वा,
नयन्ति संसारवनं दुरन्तम् ।।१९४ ।।
-
શ્લોકાર્થ ઃ
પથમાં પ્રવૃત્ત પણ શાસ્ત્રપાઠના ચાબખાના પ્રહારોની અવગણના કરતા લોકોને હરણ કરીને=સન્માર્ગથી હરણ કરીને, ઇન્દ્રિયરૂપી તોફાની ઘોડાઓ દુરન્ત સંસારવનમાં લઈ જાય છે.
જેઓ સંસારથી કંઈક ભય પામેલા છે તેથી દેશવિરતિ કે સર્વવિરતિ ગ્રહણ કરેલી છે તેથી મોક્ષપથમાં પ્રવૃત્ત છે છતાં, શાસ્ત્રો પ્રમાદવશ જીવો કઈ રીતે દુર્ગતિમાં જાય છે, સાધુપણું ગ્રહણ કરીને પણ દુરન્ત સંસારને પ્રાપ્ત કરે છે ઇત્યાદિ કહે છે તે શાસ્ત્રપાઠના ચાબખાની પણ અવગણના કરતા લોકોને માર્ગમાંથી ઉન્માર્ગમાં લઈ જઈને ઇન્દ્રિયો દુરન્ત સંસારમાં નાંખે છે. II૧૯૪॥