________________
૯૭
ચતુર્થ સ્તબક/શ્લોક-૧૯૦-૧૧-૧૯૨ શ્લોકાર્ચ -
વિધિથી પ્રણામ કરીને તેઓ બેઠે છતે જ્ઞાનરતિસૂરિએ ઉત્સર્પણ કરતા સિદ્ધાંતરૂપી સમુદ્રની વેલાથી સપષ્ટ થતી ઘણા નયોની ઊર્મિની લીલાવાળી ધર્મસંબંધી વાણીનો ઉપદેશ આપ્યો.
શ્રોતાને અનુરૂપ સન્માર્ગનો બોધ થાય તે પ્રકારની દેશના આપી. II૧૯ના શ્લોક -
अत्रान्तरे प्राह महीमहेन्द्रः, स्वामिन् ! किमादेयमिहास्ति लोके । सूरि भाषेऽनघ ! धर्म एव,
सतामुपादेयतया प्रसिद्धः ।।१९१।। શ્લોકા :
એટલામાં જ્ઞાનરતિસૂરિએ દેશના આપી એટલામાં, રાજા બોલ્યો. હે સ્વામિ ! આ લોકમાં શું આદેય છે. સૂરિ બોલ્યા. હે અનઘ રાજા ! ધર્મ જ સંતોને ઉપાદેયપણાથી પ્રસિદ્ધ છે. ll૧૯૧૫ શ્લોક -
तत् किं न सर्वेऽपि सृजन्ति धर्ममिति ब्रुवाणं पुनराह सूरिः । हितेऽपि दुष्टेन्द्रियमोहितत्वात्,
प्रवर्तते न स्वरसेन लोकः ।।१९२।। શ્લોકાર્ચ -
તો કેમ સર્વ પણ ધર્મને કરતા નથી. એ પ્રમાણે બોલતા રાજાને ફરી સૂરિ કહે છે. દુષ્ટ ઈન્દ્રિયથી મોહિતપણું હોવાને કારણે સ્વરસથી હિતમાં પણ લોક પ્રવર્તતો નથી. II૧૯શા