________________
ચતુર્થ સ્તબક/શ્લોક-૧૫-૧૯૬ શ્લોક :
धृत्वा किलाग्रेषु कराङ्गुलीनां, ये दण्डवत् क्ष्मामपि नाटयन्ति । तेऽपीन्द्रियैर्नाटितमिन्द्रमुख्या
नात्मानमुद्धर्तुमहो समर्थाः ।।१९५।। શ્લોકાર્ચ -
ખરેખર કરની અંગુલીના અગ્રભાગમાં પણ પૃથ્વીને ધારણ કરીને જેઓ દંડની જેમ નચાવે છે. તે પણ ઈન્દ્ર વગેરે ઈન્દ્રિયોથી નચાવાયેલા પોતાના આત્માનો ઉદ્ધાર કરવા માટે સમર્થ નથી.
જે ઇન્દ્રો જંબુદ્વીપને દંડની જેમ ગોળ ગોળ ફેરવી શકે તેવા સમર્થ છે તેથી વિર્યશક્તિથી અભુત વિર્યશક્તિવાળા છે. છતાં ઇન્દ્રિયજન્ય ઇચ્છાઓ તેમના આત્માને સદા ઉત્સુક કરીને નચાવે છે, તો પણ તેનાથી પોતાના આત્માનું રક્ષણ કરવા સમર્થ નથી. ૧લ્પા શ્લોક :
तस्मान्महाराज ! सुदुर्जयानां, मन्तुः समग्रोऽप्ययमिन्द्रियाणाम् । उपेयवाञ्छाविपरीतवृत्ति
नृणामुपायेष्विह या प्रवृत्तिः ।।१९६।। શ્લોકાર્ચ -
તે કારણથી=મહા સમર્થ ઈન્દ્રો પણ ઈન્દ્રિયોને જીતવા સમર્થ નથી તે કારણથી, હે મહારાજ ! અહીં=સંસારમાં, ઉપેયની વાંછાથી વિપરીત વૃત્તિવાળી એવી ઉપાયોમાં મનુષ્યોની જે પ્રવૃત્તિ છે, એ સમગ્ર પણ અપરાધ દુર્જય એવી ઈન્દ્રિયોનો છે.
જીવને ઉપેય સુખ છે અને સુખ જીવની નિરાકુળ અવસ્થા છે તેથી તેના ઉપાયભૂત નિરાકુળ અવસ્થામાં જીવે પ્રવૃત્તિ કરવી ઉચિત છે છતાં સંસારી