________________
૯૪
વૈરાગ્યકાલતા ભાગ-૩ જેવા મને છાયાના એક દાનની જેમ આનાથી યશ નથી=મનીષીને નિરભિવંગનું સુખ આપું છું એનાથી યશ નથી, તેથી બહુ આપવા યોગ્ય છે=મનીષી ઘણું સુખ આપવા યોગ્ય છે.
મનીષીનાં કર્મો વિચાર કરે છે કે હું મનીષીને ભોગમાં અનભિન્વેગવાળો કરીને હંમેશાં સુખ આપું છું તોપણ ભોગની અત્યંત નિવૃત્તિના સુખને મનીષી પ્રાપ્ત કરતો નથી તેથી કલ્પવૃક્ષ જેવા મારાં શુભકર્મોની છાયાના એકદાન જેવું મનીષીને મંદ મંદ ભોગની ઇચ્છા સ્વરૂપ સુખ છે તેનાથી તેનાં કર્મોને સંતોષ થયો નહીં તેથી મનીષીને અત્યંત અનિચ્છાના સુખને આપવાનો પરિણામ કરે છે=મનીષીનાં સોપક્રમકર્મો અત્યંત અનિચ્છાના પરિણામને પ્રગટ કરવાના પરિણામવાળાં બને છે. ll૧૮૪ શ્લોક :
अधिष्ठितोऽसौ निजयोगशक्त्या, मात्राऽथ पित्रा विहितप्रसादः । सिक्तोऽमृतेनेव वने प्रवृत्तो,
गन्तुं गुरोरागमनं निशम्य ।।१८५ ।। શ્લોકાર્ચ -
આ કર્મવિલાસ રાજા, પોતાની યોગશક્તિથી અધિષ્ઠિત થયો= મનીષીમાં અધિષ્ઠિત થયો. હવે માતાથી અને પિતાથી=શુભશ્રીથી અને કર્મવિલાસથી વિહિત પ્રસાદવાળો મનીષી જાણે અમૃતથી સિંચાયેલો ગુરુના આગમનને સાંભળીને વનમાં જવા માટે પ્રવૃત્ત થયો.
મનીષીમાં શુભકર્મો અત્યંત વિપાકને અભિમુખ થયાં. અને શુભશ્રી અને શુભકર્મો અત્યારે મનીષી ઉપર અત્યંત પ્રસાદ કરનારાં છે. તેથી જાણે અમૃતથી સિંચાયેલો ઉપશમના પરિણામથી યુક્ત એવો મનીષી સૂરિ પાસે જવા માટે તત્પર થયો. II૧૮પા