________________
વૈરાગ્યેકલ્પલતા ભાગ-૩ શ્લોકાર્ચ -
તે વૃતાંતને=બાલના વૃતાંતને, સાંભળીને પ્રેમના અંશથી મધ્યમબુદ્ધિને થોડોક વિષાદ થયો, હવે મનીષીના વાક્યના સ્મરણના પ્રભાવથી આના ચિત્તમાં–મધ્યમના ચિત્તમાં, માધ્યચ્ય ઉલ્લાસ પામ્યું.
મધ્યમજીવનાં મધ્યમ કર્યો હોવાથી અત્યંત પાપી એવા બાલ પ્રત્યે પણ ભ્રાતા તરીકે સ્નેહ રાખે છે અને મનીષીના પરિચયથી કંઈક નિર્મળ બુદ્ધિ થવાથી મધ્યમબુદ્ધિને બાળ પ્રત્યે અયોગ્યતાનો વિચાર કરીને ઉપેક્ષા થાય છે. જેથી તેના વર્તનને કારણે ક્લેશની પ્રાપ્તિ થતી નથી. II૧૮ના શ્લોક :
अथान्यदा स्वीयविलाससंज्ञे, સૂરિર્વને જ્ઞાનરતિઃ સમેતઃ | तृष्णालतायाः परशुर्मनीषाचक्रस्य नाभिर्नयसिन्धुचन्द्रः ।।१८१।। और्वानलो लोभमहार्णवस्य, महौषधिः क्रोधभुजंगमस्य । वज्रं स्मयाद्रेरनवद्यविद्या
वतारतीर्थं निकृतिद्रुमाग्निः ।।१८२।। શ્લોકાર્ચ -
હવે અન્યદા સ્વીયવિલાસ સંજ્ઞાવાળા વનમાં તૃષ્ણારૂપી લતાને છેદવામાં પરશુ, બુદ્ધિરૂપી ચક્રના નાભિ, નયરૂપી સમુદ્રમાં ચંદ્ર એવા લોભરૂપી મહાસમુદ્રના વડવાનલ, ક્રોધરૂપી સર્પને માટે મહા ઔષધિ, કામરૂપી પર્વતને માટે વજ, અનવધ વિધાના અવતાર માટે તીર્થ, માયારૂપી વૃક્ષ માટે અગ્નિ જેવા જ્ઞાનરતિ સૂરિ સમોસર્યા.
અનેક ગુણોથી કલિત સૂરિ હોવાથી તેમના દર્શનથી અને તેમના ઉપદેશથી ઘણા યોગ્ય જીવોને તૃષ્ણાદિ ભાવો નાશ પામે છે; કેમ કે સંવેગયુક્ત દેશના