________________
વૈરાગ્યકાલતા ભાગ-૩
શ્લોકાર્ય :
ઘનકરૂપ આ અજ્ઞાન=અત્યંત ક્લેશરૂપ આ અજ્ઞાન, મોહના સમુદાયનું પ્રવર્તક છે. મૂલના અજ્ઞાન વગર ભોગતૃષ્ણા પણ દુષ્ટતર પ્રવૃત્તિનો વિસ્તાર કરતી નથી.
ઋજુ આદિ ચારેયમાં દેહથી ભિન્ન પોતાનો આત્મા છે જે પરમ સ્વાથ્યરૂપ સુખ સ્વરૂપ છે તેનું અજ્ઞાન વર્તે છે. તે ઘનકષ્ટ સ્વરૂપ છે. અને મોહના સર્વ પ્રકાર ભાવોનો નિષ્પાદક છે અને જેઓને આત્માના પારમાર્થિક સ્વરૂપરૂપ મૂલ અજ્ઞાન નથી તેઓને ભોગતૃષ્ણા પણ મંદશક્તિવાળી જ પ્રવર્તે છે. આથી જ અવિરત સમ્યગ્દષ્ટિ જીવોને તખલોહ પદન્યાસ તુલ્ય પાપપ્રવૃત્તિ હોય છે. II૧૨શા શ્લોક :
अपारसंसारसमुद्रमध्ये, गले शिलेयं पततां जनानाम् । इदं हि साक्षानरकस्य कुण्डं,
છત્ર: શિવામ્બયમનૂપઃ તારરૂા. શ્લોકાર્થ :
અપાર સંસારસમુદ્રમાં પડતા જીવોને ગળામાં આ શિલા છે=ભૂલનું અજ્ઞાન શિલા છે. હિં=જે કારણથી, આ=અજ્ઞાન, નરકનું સાક્ષાત્ કુંડ છે. આ અજ્ઞાન, શિવરૂપી માર્ગમાં ઢંકાયેલો અંધકૂવો છે.
મિથ્યાદૃષ્ટિ જીવોને આત્માના પારમાર્થિક સ્વરૂપનું અજ્ઞાન વર્તે છે જેના કારણે ઘોર સંસારરૂપી સમુદ્રમાં ગળે અજ્ઞાનરૂપી શિલાને બાંધીને તેઓ પડે છે. વળી તેઓનું અજ્ઞાન અનેક પ્રકારના ક્લેશનું કારણ હોવાથી સાક્ષાત્ નરકનું કુંડ છે આથી જ મનુષ્યમાં હોય તોપણ અજ્ઞાનને વશ દિવસ-રાત કષાયોના ક્લેશમાં તેઓ પીડાય છે. વળી, તેવા જીવો કોઈક રીતે બાહ્ય ધર્મની આચરણા કરતા હોય તો પણ તે માર્ગમાં ઢંકાયેલા અંધકૂવા જેવું તેઓનું અજ્ઞાન છે તેથી ધર્મ અનુષ્ઠાન કરીને પણ દુર્ગતિઓની પરંપરાને જ પ્રાપ્ત કરે છે. I૧૨૩ાા