________________
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩ एकार्थसिद्धि प्रति पर्यवस्य
स्तयोरिव स्ताद् भवतो हिताय ।।१३५।। શ્લોકાર્ચ -
તે કારણથી=પૂર્વમાં મિથુનયુગલે સામાન્ય પક્ષને સન્માન કર્યું તે કારણથી, સામાન્યરૂપાએ કહ્યું. હે પુત્ર ! સંદિગ્ધ પક્ષદ્વિતયમાં આ . વિલંબન તે બેની જેમ=ચંતરયુગલની જેમ, એક અર્થની સિદ્ધિ પ્રત્યે પર્યવસન પામતો તારા હિત માટે થાઓ.
પૂર્વમાં કહ્યું એ પ્રમાણે મધ્યમબુદ્ધિએ પોતાના સામાન્યરૂપ કર્મોને આશ્રયીને શું કરવું તેની વિચારણા કરી. તેમાં મિથુનયુગલનું દૃષ્ટાંત સ્મરણ કરીને મધ્યમબુદ્ધિ જીવ વિચારે છે કે કેમ તે મિથુનયુગલને સંદિગ્ધ પક્ષય હતા=“હું મારી પત્નીની અનુચિત પ્રવૃત્તિનો વિરોધ કરું કે અત્યારે મૌન અવલંબન લઉ” એ પ્રકારના સંદિગ્ધ પદ્ધય હતા. તે વખતે બંનેએ તેનો વિલંબન કર્યો તેથી સમ્યક્તની પ્રાપ્તિરૂપ એક અર્થની સિદ્ધિ થઈ તેમ મધ્યમબુદ્ધિને મધ્યમકર્મના બળથી કાલવિલંબન પક્ષ પોતાના માટે હિત છે તેવું જણાય છે. ૧૩પા શ્લોક :
वचांसि बालस्य मनीषिणश्चान्तराऽन्तराऽसावनुवर्तमानः । प्रमाणयन् मातृवचो बभार,
क्षोभस्वभावस्थितिसिन्धुसाम्यम् ।।१३६।। શ્લોકાર્ચ -
બાળના અને મનીષીનાં વચનોને વચવચમાં અનુસરતા, માતાના વચનને પ્રમાણ કરતા આP=મધ્યમે, ક્ષોભ સ્વભાવને અને સ્થિતિના સિંધુ એવા સામ્યને ધારણ કર્યું.
મધ્યમબુદ્ધિ ક્યારેક બાળનાં વચનો સાંભળે છે ત્યારે બાળને અનુસરે છે, ક્યારેક મનીષીનાં વચનો સાંભળે છે ત્યારે મનીષીને અનુસરે છે; કેમ કે સામાન્યરૂપ કર્મોએ તેને મધ્યસ્થ રહેવાની પ્રેરણા કરેલી. તેથી જ્યારે બાળનાં