________________
૭૧
ચતુર્થ સ્તબક/શ્લોક-૧૩૩-૧૩૪-૧૩૫ પ્રવૃત્ત પણ દોષની વૃદ્ધિ થઈ નહીં.
જેમ કોઈ રોગી પોતાના રોગનું ઉચિત ઔષધ કરે અને પથ્ય અન્ન વાપરે તો પૂર્વમાં કુપથ્યના સેવનથી થયેલા રોગની વૃદ્ધિ થતી નથી. તેમ તે વ્યંતરયુગલ પ્રતિદિન સુસાધુની ભક્તિ કરીને, ભગવાનના ગુણોના સ્મરણપૂર્વક વીતરાગની ભક્તિ કરીને દર્શનશુદ્ધિને ભજનારું હતું તેથી દેવભવને કારણે અવિરતિના ઉદયવાળાં હોવા છતાં અને પૂર્વમાં અતિ કામની લાલસાને કારણે જ મુગ્ધ અને અકુટિલા સાથે કામ સેવેલું તોપણ તત્ત્વને પામ્યા પછી શુદ્ધ આચારોને સેવનારાં હોવાથી ભોગની તૃષ્ણારૂપ રોગની વૃદ્ધિ તેઓને થઈ નહીં. ll૧૩૩ શ્લોક :
अथान्यदा तौ रहसि स्थितौ प्राग, दुश्चिन्तिते कालविलम्बपक्षम् । संमानयन्तौ स्म मिथोऽभिलापाद्
वित्तः स्वनाम्नोश्चरितार्थभावम् ।।१३४।। શ્લોકાર્ય :
હવે અન્યદા એકાંતમાં રહેલાં પૂર્વમાં દુચિતિત એવાં તે બંને પરસ્પર અભિલાપથી પોતાના બંનેના નામના ચરિતાર્થભાવને જાણતાં કાલવિલંબપક્ષને સન્માન કર્યું.
કાલજ્ઞ અને વિચક્ષણાએ પૂર્વમાં જે અનુચિત કરેલું તેના વિષયમાં પરસ્પર અભિલાપ કરીને જાણ્યું કે કાલજ્ઞ પણ કાલને જાણનાર છે અને વ્યંતરી પણ વિચક્ષણ છે તેથી તેઓનું નામ પણ તેવા ગુણવાળું છે અને તેઓએ કાલવિલંબન પક્ષને સ્વીકાર્યો. તેથી આજે સમ્યગ્દર્શનની પ્રાપ્તિ થઈ અને અન્ય કોઈ અનર્થ થયું નહીં. આથી તેઓએ સ્વીકારેલો કાલવિલંબન પક્ષ સુંદર છે એ પ્રકારે તેઓએ નિર્ણય કર્યો. ૧૩૪ll શ્લોક :
सामान्यरूपाऽऽह तदङ्गजासौ, संदिग्धपक्षद्वितये विलम्बः ।