________________
ચતુર્થ સ્તબક,બ્લોક-૧૭૦–૧૭૧ થયું, એ પ્રમાણે પુછાયો-મધ્યમબુદ્ધિ વડે મનીષી પુછાયો, મનીષી બોલ્યો, નિર્ગુણ એવા આ બાલમાં મને અબાલભાવને કારણે માધ્યચ્ય થયું.
મનીષી તત્ત્વની વિચારણાઓમાં અબાલભાવવાળો છે તેથી સુધરે નહીં એવા નિર્ગુણી બાલ પ્રત્યે ઉપેક્ષારૂપ મધ્યસ્થભાવ ધારણ કરે છે અને અબાલભાવ હોવાને કારણે જ મધ્યમબુદ્ધિ પ્રત્યે તેના હિતની ચિંતા કરે છે, આથી જ હાથ પકડીને મધ્યમબુદ્ધિને બાલ પાસેથી અન્યત્ર લઈ જાય છે અને તેની ઉપેક્ષા કરવા માટે હિતોપદેશ આપે છે અને જેઓને બાલની તેવી અનુચિત પ્રવૃત્તિ જોઈને અલ્પ પણ દ્વેષ થાય છે તેઓ અબાલભાવવાળા નથી, પરંતુ તત્ત્વની વિચારણામાં તેટલા અંશથી બાલભાવવાળા છે. l/૧૭ના શ્લોક :
संक्लिश्यमाने च दया तवात्मन्यास्था ममात्मन्यपमित्रहानात् । हर्षो गुणाढ्ये भवजन्तुधीरे,
तातस्य चैकः परिदीर्घहासः ।।१७१।। શ્લોકાર્થ:
અને સંક્ષિશ્યમાન એવા તારા આત્મામાં-મધ્યમબુદ્ધિના આત્મામાં, દયા, મારા આત્મામાં અપમિત્રના ત્યાગથી આસ્થા=સ્પર્શનરૂપ અપમિત્રના ત્યાગથી આસ્થા, ગુણથી આત્ય ધીર એવા ભવજંતુમાં હર્ષ, અને પિતાને-કર્મપરિણામ રાજારૂપ પિતાને, એક પરિદીર્ઘ હાસ્ય થયું.
મનીષી તત્ત્વને જોનાર હોવાથી નિર્ગુણ એવા બાલમાં જેમ મધ્યસ્થભાવ ધારણ કરે છે, તેમ બાલ સાથે સંબંધ રાખીને સંક્લેશ કરતા મધ્યમબુદ્ધિમાં દયાનો પરિણામ ધારણ કરે છે, વિચારે છે કે ઉચિતકાળે ઉચિત બોધ કરાવીને સંક્લેશનું નિવારણ કરીશ તે પ્રકારનો ભાવ ધારણ કરે છે અને પોતે અપમિત્ર એવા સ્પર્શનને વશ થયો નથી તે સુંદર છે તેવી આસ્થાને સ્થિર કરે છે જે મનીષીની માર્ગાનુસારી બુદ્ધિ છે અને ગુણથી પૂર્ણ એવા ધીર ભવજંતુમાં હર્ષ થાય છે; કેમ કે દુષ્ટ એવા સ્પર્શનનો સર્વથા ત્યાગ કરીને મોક્ષના સુખને પામેલ