________________
૭૪
વૈરાગ્યકાલતા ભાગ-૩ શ્લોકાર્ચ - તેથી દુષ્ટદ્વયનું સંક્રમણ બાળમાં થયું તેથી, મુક્ત લજ્જાવાળો એવો આ=બાળ, હલકી સ્ત્રીઓ, માતંગની સ્ત્રીઓને પણ ઈચ્છે છે. જનવાદની ઉપેક્ષા કરતા એવા તેના વડેકબાલ વડે, કામના વિષયમાં કોઈપણ અકૃત્ય ત્યાગ કરાયું નહીં. ll૧૩૮II. શ્લોક :निवारयन्तं च भियाऽपवादान्, मनीषिणा वेत्ति स मध्यबुद्धिम् । प्रतारितं स्नेहपरं परं स्वं,
सामग्र्यमुद्वीक्ष्य न माति चित्ते ।।१३९।। શ્લોકાર્ચ -
ભયથી અને અપવાદોથી મનીષી દ્વારા નિવારણ કરાતાં મધ્યમબુદ્ધિને તે=બાલ, ઠગાયેલો જાણે છે પરંતુ પોતાના સ્નેહપર સામગ્સને જોઈને ચિતમાં સમાતો નથી.
મનીષી મધ્યમબુદ્ધિને પરદારાદિ સેવન કરતો અને મૃદુ સ્પર્શમાં આસક્ત જોઈને ઉપદ્રવોના ભયથી અને લોકમાં અપકીર્તિના ભયથી નિવારણ કરે છે. તેને જોઈને બાલ વિચારે છે કે મનીષી મધ્યમબુદ્ધિથી ઠગાયો છે અને પોતે સ્પર્શનના સંપૂર્ણ સ્નેહમાં તત્પર છે તેથી સુખી છે તેમ માનીને હૈયામાં હર્ષિત થાય છે. ll૧૩લા શ્લોક :
ज्ञातं ततो मध्यमबुद्धिनाऽपि, फलाय नास्मिन्नुपदेशशक्तिः । कृतप्ररोहाञ्चितकृष्णभूमिः, शिलातले किं कुरुतेऽम्बुवृष्टिः ।।१४०।।