________________
૭૯
ચતુર્થ સ્તબક/શ્લોક-૧૫૦-૧૫૧, ૧૫-૧૫૩ શ્લોકાર્ચ -
અને બાલને કહ્યું, ખરેખર હે મિત્રરૂપ બાલ! તને દેવની શય્યામાં સૂવું યુક્ત નથી. તેના વડે=બાલ વડે, તેનું વચન પણ=મધ્યમબુદ્ધિનું વચન પણ, ઉપેક્ષા કરાયું. હવે, વ્યંતર પણ તેના ઉપર-બાલ ઉપર, કોપ પામ્યો. તેના વડે=વ્યંતર વડે, બાંધીને, તે=બાલ, કંઠમાં રહેલા પ્રાણવાળો કરાયો, હવે, દયાથી અત્યંત અંતઃકરણવાળા મધ્યમબુદ્ધિ વડે અત્યંત પગમાં પડીને મુકાવાયો, સર્વે વડે પણ આ=બાલ, નિંદા કરાયો. II૧૫૦-૧પ૧il. શ્લોક :शिक्षाऽसहं कर्मविलासराजस्तं दुर्विनीतं परिभाव्य रुष्टः । अवारयत् स्वं परिवारमेवं, विषद्रुमेऽस्मिन्न हितं विचिन्त्यम् ।।१५२।। શ્લોકાર્ચ -
શિક્ષામાં અસમર્થ દુર્વિનીત તેને=બાલને, જાણીને, કર્મવિલાસ રાજા રોષ પામ્યો, વિષરૂપી વૃક્ષ એવા આમાં–બાલમાં, હિત ચિંતવન કરવું જોઈએ નહીં, એ પ્રમાણે સ્વપરિવારને કહ્યું.
બાલનાં પ્રસ્તુત અનુચિત કૃત્યોથી ઘણી પાપપ્રકૃતિઓ વિપાકમાં આવી અને તેના કારણે જ વિષ જેવા બાલમાં તે પાપપ્રકૃતિઓએ બાલનાં સ્વજનોને તેની હિતચિંતા કરવી જોઈએ નહીં એ પ્રમાણે પ્રેરણા કરી. I૧પરાા શ્લોક :
पृष्टोऽन्यदा मध्यमबुद्धिनाऽसौ, कश्चिन्निराबाधमिदं वपुस्ते । स प्राह बाधा न शरीरके मे, चित्ते परं मन्मथकन्दली या ।।१५३।।