________________
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩
ઋજુ સ્વભાવવાળા જીવોને શું કરવું ઉચિત છે ? તેનો ઉપદેશ આપતાં ગ્રંથકારશ્રી કહે છે – સંસારી જીવો ભોગરૂપી દાવાનલથી પ્રાપ્ત થયેલા દાહ વડે હંમેશાં ભોગની ઇચ્છાવાળા થાય છે. અને વિવેકી પુરુષો જ્ઞાનરૂપી અમૃતના અવગાહન વડે આત્માને શાંતરસમાં લઈ જવા પ્રયત્ન કરે છે તેને ગ્રંથકારશ્રી કહે છે. તે બંને પ્રવૃત્તિમાંથી જે તમારું અત્યંત હિત હોય તે ઋજુસ્વભાવવાળા જીવો આશ્રય કરો જેથી ભોગતૃષ્ણાનો નાશ કરીને જ્ઞાનરૂપી અમૃતમાં અવગાહનું સુખ પ્રાપ્ત થાય. ||૧૨૮॥
શ્લોક ઃ
૬૮
आस्था सतां का परिणामताप
संस्कारदुःखैर्गहनेऽत्र लोके । समूलमुन्मूलितदुःखवल्लिः, સવા સુધી સાધુનાં વિના : ।।૨।।
શ્લોકાર્થ ઃ
ગહન એવા આલોકમાં પરિણામ, તાપ અને સંસ્કારરૂપ દુઃખોથી સજ્જનોને શું આસ્થા હોય ? આસ્થા હોય નહીં. મૂલ સહિત ઉન્મુલિત દુઃખરૂપી વેલડીવાળા સાધુજન વિના સદા સુખી કોણ છે ?
પૂર્વ શ્લોકમાં કહ્યું કે ઋજુ સ્વભાવવાળા તમે બે વિકલ્પોમાંથી જે હિત હોય તેને સ્વીકારો. તેથી હવે, ઋજુ સ્વભાવવાળા જીવોને કયો વિકલ્પ સ્વીકારવો ઉચિત છે તે બતાવતાં કહે છે. ગહન એવા આ સંસારમાં સંસારના ભોગો પરિણામથી દુઃખરૂપ છે; કેમ કે ભોગ કર્યા પછી ફરી ફરી ભોગની ઇચ્છાનો પરિણામ થાય છે અને ભોગની ઇચ્છાથી બંધાયેલાં કર્મો દુર્ગતિના ફળવાળાં છે તેથી સંસારના ભોગો પરિણામથી દારુણ છે. તાપથી દુઃખરૂપ છે; કેમ કે કષાયોનો તાપ ભોગકાળમાં વર્તે છે. સંસ્કારોથી દુઃખરૂપ છે; કેમ કે ભોગથી ફરી ફરી ભોગની ઇચ્છાના સંસ્કારો પડે છે જે વિહ્વળતા સ્વરૂપ છે, તેથી તેવા દુઃખોવાળા ભોગોમાં સંતપુરુષોને આસ્થા કયાંથી હોય. વળી, ગહન એવા આ સંસારમાં સાધુજન સિવાય કોઈ સદા સુખી નથી; કેમ કે સાધુઓ ભોગની ઇચ્છારૂપ દુઃખની વલ્લીને મૂલ સહિત ઉન્મૂલન કરે છે, તેથી તેઓને શરીરથી