________________
૬
શ્લોક ઃ
ब्रूते यदेतत् परिरक्षितानि, मयैव यूयं तदतः प्रमाणम् । अज्ञानजं पापमपोह्य यस्मान्मार्गानुसारित्वमिदं विधत् । । १२६ ।।
શ્લોકાર્થ :
જે આ=આર્જવ, બોલે છે. મારા વડે જ તમે પરિરક્ષિત છો આથી તે પ્રમાણ છે. જે કારણથી અજ્ઞાનથી થયેલું પાપ દૂર કરીને આ=આર્જવ, માર્ગાનુસારિપણાને કરે છે.
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩
ઋજુ આદિ ચારના દેહમાંથી આર્જવનો પરિણામ બાળકરૂપે બહાર નીકળ્યો અને બોલ્યો કે તમે મારા દ્વારા પરિક્ષિત છો એ કથન માત્ર કથનરૂપ નથી પરંતુ પ્રમાણ છે. કેમ પ્રમાણ છે ? એથી કહે છે – આર્જવનો પરિણામ જીવમાં વર્તતા આત્માના મૂલ અજ્ઞાનથી થનારા પાપને દૂર કરીને જીવને મોક્ષમાર્ગને અનુસરનાર બનાવે છે. માટે દુર્ગતિઓમાં પડતા જીવનું રક્ષણ કરે છે. આથી જ નંદીવર્ધનના જીવને હાથીના ભવમાં કંઈક પોતાના પાપનો પશ્ચાત્તાપ થયેલો તેથી રાજપુત્ર થવાનું પુણ્ય બાંધ્યું તોપણ આત્માના મૂલનું અજ્ઞાન નિવા૨ણ ક૨વા સમર્થ બને તેવો આર્જવનો પરિણામ થયો નહીં, તેથી તેનામાં માર્ગાનુસારી બુદ્ધિ પ્રગટ થઈ નહીં. પરંતુ ઋજુ આદિ ચારેય જીવોએ સૂરિની દેશના સાંભળીને આત્માના મૂલવિષયક અજ્ઞાનનો નાશ કર્યો જેનાથી આર્જવનો પરિણામ પ્રગટ્યો, તેથી પૂર્વમાં બંધાયેલું, અજ્ઞાનથી થયેલું પાપ આર્જવ પરિણામથી નાશ પામ્યું અને ઋજુ આદિ ચારેય જીવો મોક્ષમાર્ગને અનુસ૨ના૨ માર્ગાનુસારી ભાવને પામ્યા. II૧૨૬ા
શ્લોક ઃ
अनार्जवं दुष्कृतजन्मभूमिरजन्मभूमिस्तु विपर्ययो ऽस्य ।