________________
ઉ૩
ચતુર્થ સ્તબક/શ્લોક-૧૨૦-૧૨૧-૧૨૨
તે પાપભોગની પ્રવૃત્તિથી પ્રવર્ધમાન હતું. આર્જવ પરિણામથી જે પશ્ચાત્તાપ થયો તેના કારણે તે પ્રવર્ધમાન થતું અટક્યું. અને તે સ્વરૂપમાં=પૂર્વમાં અકુટિલાદિને જે ભોગનો પરિણામ હતો તે સ્વરૂપમાં, તે ભોગનો પરિણામ અવસ્થિત રહ્યો. II૧૨૦માં શ્લોક :
तदाह सिद्धान्तरहस्यवेदी, न तत्त्वशुद्धेषु भवत्सु दोषः । किन्तु द्वितीयं खलु डिम्भरूपं,
निबन्धनं दूषणसन्ततीनाम् ।।१२१।। શ્લોકાર્થ:
ત્યારપછી સિદ્ધાંતરહસ્યવેદી કહે છે. તત્ત્વથી શુદ્ધ એવા તમારા ચારેનો દોષ નથી. પરંતુ બીજું બાળક આર્જવ પછી નીકળેલું અજ્ઞાનરૂપી બીજું બાળક, દૂષણસંતતિનું કારણ છે.
સિદ્ધાંતના જાણનારા એવા બોધરતિ આચાર્ય તે ચારેયને કહે છે. તમે ચારેય તત્ત્વથી સિદ્ધ જેવા શુદ્ધ છે માટે તમારો આ દોષ નથી, કેમ કે શુદ્ધ જીવ
ક્યારેય પાપ સેવે નહીં. પરંતુ તમારામાં અજ્ઞાન આપાદક કર્મોને કારણે જે કાળા વર્ણવાળું અંધકારરૂપ બાળક વર્તે છે અને મારા વચનથી જે તમારા દેહમાંથી નીકળીને બહાર બેઠેલું છે તે અજ્ઞાન જ સર્વ દોષોની સંતતિનું કારણ છે. આથી અજ્ઞાનને વશ જ જીવો પાપો કરીને દુર્ગતિની અનર્થોની પરંપરાને પામે છે. ll૧૨૧ાા શ્લોક :
अज्ञानमेतद् घनकष्टरूपं, प्रवर्तकं मोहपरिच्छदस्य । न भोगतृष्णाऽपि तनोति मूलाज्ञानं विना दुष्टतरां प्रवृत्तिम् ।।१२२।।