________________
૬૧
ચતુર્થ સ્તબક/શ્લોક-૧૧૭-૧૧૮-૧૧૯ રીતે સમ્યક્તને ઉદ્દીપન તમે કરશો એ રીતે, ભોગતૃષ્ણા અલ્પ થનારી છે.
જ્ઞાની ગુરુ વંતરયુગલને કહે છે કે દેવભવને કારણે તમારો મોહનો ઉત્કટભાવ છે તેથી ભોગતૃષ્ણાનો નાશ આ ભવમાં નહીં થાય તોપણ સંસારની નિઃસારતાનું જ્ઞાન થયું છે, ભોગતૃષ્ણા જીવની વિડંબના છે તેવો સ્પષ્ટ બોધ થયો છે તે રૂપ સમ્યક્ત ભોગતૃષ્ણાના નિર્દેલન માટે વજ જેવું છે અને વર્તમાનના દેવભવમાં પ્રાપ્ત થયેલું સમ્યક્ત જ તમારે અતિશય કરવું જોઈએ જેથી ભોગતૃષ્ણા રહિત સુસાધુ પ્રત્યે ભક્તિનો અતિશય થવાથી તમારી ભોગતૃષ્ણા અલ્પ અલ્પતર થશે. II૧૧ના શ્લોક :
श्रुत्वैतदाश्वासमुपागतौ तावथ स्वदुष्टाचरणानुतापात् । ऋजुर्महीशः प्रगुणा च देवी,
यान्ति स्म मुग्धोऽकुटिला च खेदम् ।।११८ ।। શ્લોકાર્ચ -
આને સાંભળીને જ્ઞાનીના વચનને સાંભળીને, તે બંને કાલજ્ઞ અને વિચક્ષણા તે બંને, આશ્વાસન પામ્યાં. હવે, પોતાની દુષ્ટ આચરણાના અનુતાપથી ઋજુ રાજા, પ્રગુણાદેવી, મુગ્ધ અને અકુટિલા ખેદને પામ્યાં.
કાલજ્ઞ અને વિચક્ષણાને ભોગતૃષ્ણાના નાશનો ઉપાય મળવાથી હર્ષ થાય છે. ઋજુ રાજાને અને પ્રગુણાદેવીને બેના ચાર કેમ થયા ? તેની વિચારણા મૂઢતાથી ન કરી, તે આચરણાનો પશ્ચાત્તાપ થાય છે. વળી, મુગ્ધ અને અકુટિલાને અનાચાર સેવનરૂપ પોતાની દુષ્ટ આચરણાનો ખેદ થાય છે. II૧૧૮માં શ્લોક :
अथो चतुर्णामपि विग्रहेभ्यो, विनिर्गतं पाण्डुरडिम्भरूपम् ।