________________
ચતુર્થ સ્તબક/શ્લોક-૧૧૩-૧૧૪-૧૧૫
પ૯ ભોગ આપાદક તૃષ્ણાનો પરિણામ થયેલો જે મહાત્માના ઉપદેશથી ચિત્તમાંથી દૂર થઈને બહાર બેઠેલી છે તે અનાર્ય આચરણા કરનારી ભોગતૃષ્ણા નામની નારી છે તેનો દોષ છે. એ પ્રમાણે ભગવાન કહે છે. I૧૧૩ શ્લોક :
पृष्टोऽथ ताभ्यां भगवत्रियं का, दुष्टाऽथ स प्राह महानुभावः । प्रवर्तिका दोषगणस्य धर्म
निवर्तिकेयं ननु भोगतृष्णा ।।११४।। શ્લોકાર્ચ -
હવે તે બંને વડે=કાલજ્ઞ અને વિચક્ષણા વડે, ભગવાન પુછાયા, આ દુષ્ટ દૂર બેઠેલી દુષ્ટ નારી, કોણ છે? મહાનુભાવ એવા તે=ભગવાન, બોલ્યા, ખરેખર દોષગણની પ્રવર્તિકા, ધર્મની નિવર્તિકા આ ભોગતૃષ્ણા છે.
જીવમાં પરપદાર્થને આશ્રયીને ભોગની ઇચ્છારૂપ જે તૃષ્ણા છે તે વૃદ્ધિ પામતી સર્વ દોષોની નિષ્પાદિકા છે અને આત્માના પરમ સ્વાથ્યરૂપ ધર્મનું નિવર્તન કરનારી છે. ll૧૧૪ શ્લોક :
करालकालानलकालमेघसंमूर्छितेव प्रलयस्य वृत्तिः । रजस्तमोभ्यामवगुण्ठितेयं,
भयाय केषां न विवेकभाजाम् ।।११५ ।। શ્લોકાર્થ :
જાણે વિકરાલ એવા કાલરૂપી અગ્નિ અને કાલમેઘથી સંમૂર્થિત થયેલી–ઉત્પન્ન થયેલી, પ્રલયની વૃત્તિ, રજસ્ અને તમસથી અવગુંઠિત એવી આ=ભોગતૃષ્ણા, કયા વિવેકી જીવોને ભય માટે નથી. જેમ વિકરાળ કાલનો અગ્નિ જગતનું સર્વ નાશ કરે છે અથવા વિકરાળ