________________
પ૭
ચતુર્થ સ્તબક/શ્લોક-૧૧૦-૧૧૧ શ્લોક :
दुरन्तदोषं विषयानुषङ्गे, त्यागे च सौख्यातिशयं गुरूक्तम् । श्रुत्वा विलीने घनमोहजाले,
सद्दर्शनं व्यन्तरयुग्ममाप ।।११०।। શ્લોકાર્ચ -
અને ગુરુ વડે કહેવાયેલ વિષયના અનુષંગમાં દુરંત દોષને અને ત્યાગમાં સૌષ્યના અતિશયને સાંભળીને ધનમોહનું જાલ વિલીન થયે છતે સમ્યગ્દર્શન વ્યંતરયુગલ પામ્યું. | વિષયોની આસક્તિથી કાલજ્ઞ અને વિચક્ષણા તે પ્રકારની માયા કરીને મુગ્ધ અને અકુટિલા સાથે ભોગો કરે છે જ્યારે ગુરુએ વિષયમાં સંશ્લેષ દુરંત દોષના ફળવાળું છે અને વિષયોમાં સંશ્લેષનો ત્યાગ સુખની પરંપરાવાળો છે તેવો મર્મસ્પર્શી બોધનો ઉપદેશ આપ્યો જેથી વ્યંતરયુગલને સમ્યગ્દર્શન પ્રગટે છે. II૧૧ના શ્લોક :
विनिर्गतैर्दागथ तद्वपुर्त्या, श्यामश्च रक्तैर्घटिताणुपुजैः । दूरे स्थिता कापि पराङ्मुखी स्त्री,
ज्वालेव धूमैर्मलिना कृशानोः ।।१११।। શ્લોકાર્ચ -
હવે તે બંનેના શરીરમાંથી શીઘ નીકળેલા શ્યામ અને રક્ત એવા અણુના પંજો વડે ઘડાયેલી એવી કોઈ પરામુખવાળી સ્ત્રી દૂરમાં રહી. જેમ અગ્નિની ધૂમથી મલિન વાલા.
કાલજ્ઞ અને વિચક્ષણાના દેહમાં વર્તતી કામવાસના નામની સ્ત્રી તત્ત્વના બોધને સહન નહીં કરવાથી દેહમાંથી નીકળીને દૂર બેસે છે, અને ઉપદેશક ગુરુની મર્યાદાને કારણે તેને સન્મુખ જોવામાં અસમર્થ ઊંધા મુખને કરીને