________________
33
ચતુર્થ સ્તબક/શ્લોક-ક૬-૧૭
तद्वर्जनोपायपरं परंतु,
संयोजयिष्यन् गुणधोरणीभिः ।।६६।। શ્લોકાર્ચ -
તેથી તેના આસંગમાં પર એવા બાલને સ્પર્શનના આસંગમાં તત્પર એવા બાલને, કુવિધાના ગહનમાં ફેંકતો એવો તેકર્મવિલાસ રાજા, હર્ષ પામ્યો. પરંતુ તેના વર્જનના ઉપાયમાં પર એવા મનીષીને ગુણના પરંપરાથી સંયોજન કરનારો હર્ષ પામ્યો.
શ્લોક-૬૫માં કહ્યું તેમ કર્મવિલાસની પ્રકૃતિ સ્પર્શનમાં સાસક્ત જીવ પ્રત્યે પ્રતિકૂળ વર્તે છે માટે બાલ સ્પર્શનને અનુકૂળ વર્તે છે તેના કારણે કર્મવિલાસ રાજા તેને વિપર્યાસરૂપ કુવિદ્યાના ગહનમાં નાંખે છે અર્થાત્ ક્લેશો જ તેને સુખરૂપે જણાય તેવી વિપરીત બુદ્ધિ કરે છે. અને મનીષી સ્પર્શન પ્રત્યેની આસકિતને વર્જન કરતો સ્પર્શનના વર્જનના ઉપાયમાં તત્પર છે તેથી તેને ગુણની પરંપરાની સાથે યોજન કરનારો કર્મવિલાસ થાય છે. આવા શ્લોક -
बालस्य माता तु तुतोष यस्मात्, सा स्पर्शनाधीननिजेष्टसिद्धिः । मनीषिमाता तु बभार खेदं,
स्मृत्वा चिरं तद्विहितव्यलीकम् ।।६७।। શ્લોકાર્ચ -
વળી, જે કારણથી સ્પર્શનને આધીન પોતાના ઈષ્ટની સિદ્ધિ છે તે કારણથી બાલની તે માતાતોષ પામે છે. વળી તેનાથી વિહિત વ્યલીકનું= સ્પર્શનથી કરાયેલી વિપરીત પ્રવૃત્તિનું, સ્મરણ કરીને મનીષીની માતાએ લાંબો ખેદ ધારણ કર્યો.
બાલની માતા હર્ષિત થાય છે; કેમ કે સ્પર્શનને વશ બાલ થશે તો અશુભકર્મોની હારમાળાની વૃદ્ધિ થશે. મનીષીની માતાને ખેદ થાય છે, કેમ કે જો આ મનીષી સ્પર્શનને વશ થશે તો શુભકર્મોની લક્ષ્મીનો વિનાશ થશે. IIળા