________________
૪૪
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩
ત્યારપછી, સ્પર્શનની મૂલશુદ્ધિને પામીને હું પ્રભાવ, તમારી સમીપે= બોધની સમીપે આવ્યો છું. સદાગમના સ્થાને સંતોષને સાંભળીને હૃદયમાં હું પ્રભાવ, સંશયાલુ વર્તુ છું. I૮પII શ્લોક :
इदं निशम्यैव जगाम बोधः, सह प्रभावेण मनीषिपार्श्वे । वृत्तान्तमाचष्ट यथोपनीतं,
तुष्टिं च पुष्टिं ययौ ततोऽसौ ।।८६।। શ્લોકાર્થઃ
આ સાંભળીને જ પ્રભાવ સહિત મનીષી પાસે બોધ ગયો. જે પ્રમાણે ઉપનીત વૃત્તાંત તેણે કહ્યું પ્રભાવે જે પ્રમાણે પોતે ગવેષણા કરીને પ્રાપ્ત કરેલું વૃતાંત હતું તે પ્રમાણે તે વૃતાંત કહ્યું. તેથી=પ્રભાવે પ્રાપ્ત કરેલું વૃતાંત મનીષીને કહ્યું તેથી, આ=મનીષી તુષ્ટિ અને પુષ્ટિને પામ્યો.
પ્રભાવ સ્પર્શનની મૂલશુદ્ધિને લઈને બોધ પાસે આવે છે અને બોધને તે સર્વ નિવેદન કરે છે તેથી સ્પર્શન પાસેથી સદાગમને કારણે ભવજંતુ મુક્ત થયેલો તેમ સાંભળેલું. અને વિપાક પાસેથી સંતોષને કારણે ભવજંતુ મુક્ત થયો તેમ સાંભળવા મળ્યું. તેથી સંશય થાય છે. વસ્તુતઃ સ્પર્શનેન્દ્રિયને જણાય છે કે
જ્યારથી આ ભવજંતુ સદાગમનું સાંભળે છે ત્યારથી મને પ્રતિકૂળ આચરે છે તે બતાવવા માટે સ્પર્શનેન્દ્રિય સદાગમથી ભવજંતુ મોક્ષમાં ગયેલ તેમ કહેલ અને પ્રભાવે વિપાકથી ગવેષણા કરી ત્યારે તેને જણાવ્યું કે જીવ જ્યારે સંતોષને અભિમુખ થાય છે ત્યારે કર્મોથી મુક્ત થવાને અભિમુખ બને છે તેથી તે જીવમાં વર્તતા સંતોષનો નાશ કરવા અર્થે મોહના સૈન્યનો હુમલો થાય છે. આ બે વચનો સાપેક્ષ હોવા છતાં મનીષીના બોધથી તેનો નિર્ણય થયો નહીં. તેથી બોધમાં તે સ્થાનમાં સંશય વર્તે છે. અને સ્પર્શનની મૂલશુદ્ધિને કારણે મનીષી હર્ષિત થાય છે. IIટકા