________________
ચતુર્થ સ્તબક,બ્લોક-૮૯-૯૦-૯૧
૪૭ અભેદ છે એમ માને છે, તેથી સ્પર્શેન્દ્રિય તેના સુખનું સાધન છે તેવી બુદ્ધિ છે તેથી મિત્રની જેમ સ્પર્શનને જુએ છે અને જ્યારે તે સ્પર્શન બાલ જીવના મતિજ્ઞાનના ઉપયોગમાં મૃદુસ્પર્શની ઇચ્છા કરે છે ત્યારે બાલના મતિજ્ઞાનરૂપ દેહમાં પ્રવેશ કરીને પોતાની અદ્ભુત શક્તિથી બાલને મૃદુસ્પર્શગત ઇચ્છાઓ ઉત્પન્ન કરે છે, જે શબ્દોથી ન કહી શકાય તેવા કામના રસથી અનુવિદ્ધ વાંછા સ્વરૂપ છે અને તે વાંછા બાલના મતિજ્ઞાનના ઉપયોગમાં વ્યક્ત વર્તે છે જેને વશ થઈને સર્વ પ્રકારની સ્પર્શેન્દ્રિયની પ્રવૃત્તિ બાલ જીવ કરે છે. JIટલા શ્લોક :
मनीषिणस्त्वेष तथा न चक्रे, स्वभावभेदाकलनाद् विकारम् । दाहावहो भस्मकवज्जनानां,
लौल्यं हि दोषो न धृतिस्तु भोगे ।।१०।। શ્લોકાર્થ :
વળી આ=સ્પર્શન, મનીષીને તે પ્રકારે જે પ્રકારે બાલને વાંછા ઉત્પન્ન કરે છે તે પ્રકારે, વિકારને કરતો નથી; કેમ કે સ્વભાવભેદનું આકલન છે સ્પર્શન બાલના અને મનીષીના સ્વભાવભેદને જાણે છે. દિ=જે કારણથી, ભસ્મકવાળા જીવોનું લોલ્ય દાહને લાવનારો દોષ છે, વળી, ભોગમાં ધૃતિ નથી.
સ્પર્શેન્દ્રિય મનીષીના ચિત્તના સ્વભાવને અને બાલના સ્વભાવના ભેદને જાણે છે તેથી જે પ્રકારે બાલને મૃદુસ્પર્શની ઇચ્છા થઈ તેવી ઇચ્છા સ્પર્શેન્દ્રિય મનીષીના ચિત્તમાં પ્રવેશીને પણ પ્રગટ કરતો નથી; કેમ કે ભસ્મક રોગવાળા જીવોના લૌલ્ય જેવો દાહને લાવનારો દોષ બાલમાં છે તેથી બાલને ભોગમાં ધૃતિ થતી નથી પરંતુ સતત ભોગની લાલસા વધે છે. II૯ગા શ્લોક -
प्रदर्शिता द्यौर्भवता ममेति, बालस्य वाचा स दधौ प्रमोदम् ।