________________
૪૬
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩
जाननसौ स्पर्शनमन्वतिष्ठत्,
स्वार्थाय विश्रम्भमनेन बाह्यम् ।।८८।। શ્લોકાર્ચ -
હવે જગતના વંચનમાં સાવધાન એવા વિષયાભિલાષના સેવક એવા સ્પર્શનને જાણતો, અસ્ત શંકાવાળો આ=સ્પર્શને ખુલાસો કર્યો કે સદાગમ વાણીથી અપકારી છે અને સંતોષ વ્યાપારથી અપકારી છે એ સાંભળીને અસ્ત શંકાવાળો આ મનીષી, સ્વાર્થ માટે આની સાથે=સ્પર્શનની સાથે, બાહ્ય વિશ્વાસને ધારણ કરતો રહ્યો.
સ્પર્શનના અવલોકન દ્વારા મનીષીને નિર્ણય થયો કે વાણીથી સ્પર્શનનો અપકારી સદાગમ છે અને વ્યાપારથી સંતોષ અપકારી છે તેથી નક્કી થયું કે જીવમાં વર્તતો વિષયાભિલાષનો પરિણામ છે તે સ્પર્શન દ્વારા જગતને ઠગવા માટે પ્રવર્તે છે છતાં જ્યાં સુધી પોતે સંતોષની પરાકાષ્ઠાને પામે નહીં ત્યાં સુધી બાહ્યથી સ્પર્શનને કંઈક અનુકૂળ વર્તન કરવું ઉચિત છે જ્યારે સર્વવિરતિની શક્તિનો સંચય થાય ત્યારે સ્પર્શનનો અત્યંત તિરસ્કાર કરવો ઉચિત છે. એ પ્રકારે વિચારીને ગૃહસ્થ અવસ્થામાં કંઈક સ્પર્શનને અનુકૂળ બાહ્ય આચરણા કરે છે. II૮૮II
શ્લોક :
अथान्यदा देहमनुप्रविश्य, बालस्य बाढं निजयोगशक्त्या । स स्पर्शनोऽवाच्यरसानुविद्धां,
वाञ्छां मृदुस्पर्शगतां वितेने ।।८९।। શ્લોકાર્ચ -
હવે, અન્યદા બાલના દેહમાં અનુપ્રવેશ કરીને અત્યંત પોતાની યોગશક્તિથી તે સાર્શન અવાયરસથી અનુવિદ્ધ એવી મૃદુસ્પર્શ વિષયક વાંછાને વિસ્તારે છે.
બાલ જીવ અત્યંત મૂઢ છે તેથી દેહ અને ઇન્દ્રિયો સાથે પોતાનો અત્યંત