________________
૪૫
ચતુર્થ સ્તબક/શ્લોક-૮૭-૮૮ શ્લોક :
पृष्टोऽन्यदा स्पर्शन एव तेन, सदागमेनैव कदर्थितस्त्वम् । स प्राह वाचैव स मेऽपकारी,
व्यापार्य सन्तोषमतीवदुष्टम् ।।८७।। શ્લોકાર્ચ -
અન્યદા તેના વડે મનીષી વડે, સ્પર્શન જ પુછાયો. તું સદાગમથી જ કદર્ચિત થયો છે. તે કહે છેઃસ્પર્શન કહે છે. વાણીથી જ ત=સદાગમ, મારો અપકારી છે. વ્યાપારને આશ્રયીને સંતોષ અત્યંત દુષ્ટ છે.
પૂર્વમાં મનીષીના બોધને સંશય થયેલો કે સદાગમથી ભવજંતુ મુકાયો કે સંતોષથી. તેથી પોતાનામાં વર્તતા સ્પર્શનના પરિણામની સાથે સમ્યક પર્યાલોચન કરીને તેના પરમાર્થને જાણવા માટે મનીષી યત્ન કરે છે ત્યારે મનીષીને જણાય છે કે વાણીથી સદાગમ સ્પર્શનને અપકારી છે; કેમ કે સદાગમ આત્મિક સુખને પારમાર્થિક સુખરૂપે બતાવે છે. અને વિકારીસુખને જીવની વિડંબનારૂપે બતાવે છે, તેથી તેના ઉપદેશને સાંભળીને જીવો સ્પર્શનનો અનાદર કરે છે. તેથી સદાગમ વાણીથી જ અપકારી છે. જ્યારે જીવમાં વર્તતો અનિચ્છાના પરિણામરૂપ સંતોષ વ્યાપારને આશ્રયીને સ્પર્શન પ્રત્યે દુષ્ટ છે; કેમ કે જીવને જ્યારે અનિચ્છાનો પરિણામ થાય છે ત્યારે ઇન્દ્રિયોને અનુકૂળ ભાવોમાં સુખની બુદ્ધિ જ થતી નથી. જેથી તે જીવો સ્પર્શનેન્દ્રિયને અનુકૂળ ભાવોમાં યત્ન કરતા નથી પરંતુ અનિચ્છાના પરિણામમાં જ તેઓને સુખની બુદ્ધિ થાય છે તેથી અનિચ્છાની વૃદ્ધિમાં જ યત્ન કરે છે. તેથી સંતોષ વ્યાપારને આશ્રયીને સ્પર્શન પ્રત્યે અનર્થકારી છે. I૮ના શ્લોક :
अथास्तशङ्को विषयाभिलाषभृत्यं जगद्वञ्चनसावधानम् ।