________________
પ૦
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩
શ્લોકાર્થ :
અહિતના પ્રસંગને નિવારણ કરતા, કૃપામાં તત્પર એવા મનીષીએ આની આગળ=બાળની આગળ, સ્પર્શનની મૂલશુદ્ધિને કહી. પરંતુ તે=મૂલશુદ્ધિનું કથન, ખરેખર આળોટીને પાસેથી જ ગયું.
મનીષી તત્ત્વને જોનાર નિર્મળ મતિવાળો છે તેથી સ્પર્શનમાં આસક્ત બાળને જોઈને તેના અહિતના નિવારણના આશયથી સ્પર્શનની મૂલશુદ્ધિ કહે છે કે આ સ્પર્શન કર્યજન્ય પરિણામ છે, આત્માના સ્વાથ્યનું ભંજક છે. માટે તેનાથી સાવધાન થવું જોઈએ. છતાં મનીષીનાં તે સર્વ હિતકારી વચનો બાળના હૈયાને સ્પર્યા વગર પાસેથી જ ચાલ્યાં જાય છે, કેમ કે બાળ વિષયમાં ગાઢ આસક્ત છે. Imલ્પા શ્લોક :
दृष्टार्थरागी करभो न वेत्ति, रसं ह्यदृष्टार्थकथासितायाः । बालेरणायासमिति प्रहाय,
तूष्णीं स्थितः स्वार्थपरो मनीषी ।।१६।। શ્લોકાર્ધ :
દિ જે કારણથી, દષ્ટાર્થ રાગીવાળો એવો ઊંટ અદષ્ટ અર્થના કથાવાળી દ્રાક્ષના રસને જાણતો નથી. (એ પ્રકારનો) બાલનો ઈરણનો આયાસ છે=બાલને પ્રેરણા કરવાનો પ્રયાસ છે એ હેતુથી (નિષ્ફળ છે એમ માનીને) ત્યાગ કરીને પ્રેરણાના પ્રયાસનો ત્યાગ કરીને, સ્વાર્થપરાયણ મનીષી મૌન રહ્યો.
જેમ ઊંટને શર્કરા કે દ્રાક્ષ પ્રિય નથી તેથી તેના અર્થને તે જાણતો નથી, તેમ બાળ જીવોને ઉપશમનું સુખ અદૃષ્ટ અર્થવાળું છે તેથી તેને જાણતા નથી. પરંતુ ઊંટની જેમ દૃષ્ટ અર્થનો ભોગનો રાગ જ બાળ જીવોને વર્તે છે અને આ બાળ છે એથી તેને પ્રેરણાનો પ્રયાસ નિષ્ફળ છે એમ જાણીને મનીષી પોતાના સ્વાર્થમાં તત્પર રહ્યો. લા