________________
પ૨
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩
સંશયાલુ થયો.
મધ્યમબુદ્ધિ જીવના તત્ત્વને જોવાને બાધક કર્મો કંઈક પ્રબલ છે અને કંઈક મંદ છે. તેથી તત્ત્વને બાધક મંદ કર્મોવાળા મનીષી જેવી નિર્મળમતિ નથી અને બાલ જેવા તત્ત્વને બાધક કર્મો અતિપ્રચુર નથી તેથી મનીષીનાં વચનોને સાંભળીને તેના પ્રત્યે કંઈક વિશ્વાસ ઉત્પન્ન થાય છે અને તત્ત્વનાં બાધક કર્મો કંઈક બલવાન હોવાથી સ્પર્શનના સુખનો અનુભવ થાય છે. પરંતુ સ્પર્શનની ઇચ્છાકાળમાં વર્તતી આકુળતા જીવની વિડંબના છે. તેમ મનીષીની જેમ નિર્મળબુદ્ધિથી મધ્યમ જોઈ શકતો નથી. તેથી બાલ અને મનીષીના વાક્યમાં તે સંશયવાળો થાય છે. ll૯૮ા શ્લોક :
अम्बां स पप्रच्छ विशिष्य तत्त्वं, जिज्ञासमानोऽथ जगाद साऽपि । द्वयानुरोधादविरोधभाजा,
ग्राह्यस्त्वयेद्धोऽवसरे हि पक्षः ।।१९।। શ્લોકાર્ચ -
જિજ્ઞાસા કરતા એવા તેણે મધ્યમે, માતાને-સામાન્યરૂપાને, વિશેષ કરીને તત્વ પૂછ્યું. હવે, બંનેના અનુરોધથી અવિરોધને ભજનારી તે પણ=બાલ અને મનીષી બંનેનાં કર્મોની અપેક્ષાએ મધ્યમ પ્રકારનાં કર્મો હોવાને કારણે બંનેની સાથે અવિરોધને ભજનારી સામાન્યરૂપા માતાએ પણ, કહ્યું, તારા વડે અવસરે ઈદ્ધ સમૃદ્ધ, પક્ષ ગ્રહણ કરવો જોઈએ.
મધ્યમ જીવ બાલની જેમ સ્પર્શનના સુખને જ સુખ સ્વીકારીને મનીષીના વચનને અગ્રહણ કરતો નથી, પરંતુ સ્પર્શનનું સુખ સુખરૂપે પ્રતીત હોવા છતાં મનીષીની માર્ગાનુસારી બુદ્ધિની વિચારકતાને પણ કંઈક ગ્રહણ કરે છે, તેથી મધ્યમબુદ્ધિવાળા જીવને બાલનું વચન પ્રમાણ છે કે મનીષીનું વચન પ્રમાણ છે એ પ્રકારની જિજ્ઞાસા થાય છે તેથી પોતાના મધ્યમ પ્રકારના કર્મને આશ્રયીને તે સ્વયં ઊહ કરે છે જે સામાન્યરૂપા માતાને પૃચ્છા સ્વરૂપ છે અને મધ્યમબુદ્ધિથી