________________
૩૭
ચતુર્થ સ્તબક/બ્લોક-૭૨-૭૩-૭૪ આથી જ રાગને વશ થઈને મુનિઓ પણ નરકમાં અને દુર્ગતિઓમાં જાય છે. વળી તે રાગનો પરિણામ ઉપયોગરૂપે વર્તે છે તે રાજસચિત્તનગરમાં વર્તતો રાગકેસરી રાજા છે અને તે લુટારાઓમાં ચૂડામણિ છે; કેમ કે જીવની ગુણસંપત્તિને નાશ કરનાર રાગકેસરી રાજા છે. IIકશા શ્લોક :
परानपेक्षोऽभिमतप्रवृत्ती, जगद्वशीकर्तुमलम्भविष्णुः । पापप्रकाशे पटुधीरमात्यो,
दृष्टोऽस्य जिष्णुर्विषयाभिलाषः ।।७३।। શ્લોકાર્ચ -
અભિમત પ્રવૃત્તિમાં રાગકેસરી રાજાને અભિમત એવા ભોગવિલાસ આદિ પ્રવૃતિમાં પરની અપેક્ષા વગરનો, જગતને વશ કરવા માટે અત્યંત સમર્થ, પાપના પ્રકાશમાં પટુ બુદ્ધિવાળો, જીતવાની ઈચ્છાવાળો જગતને જીતવાની ઈચ્છાવાળો, આનો રાગકેસરી રાજાનો, વિષયાભિલાષ મંત્રી જવાયો.
વિષયોની અભિલાષા જ્યારે જીવમાં ઊઠે છે ત્યારે કોઈની અપેક્ષા રાખ્યા વગર જીવ તે વિષયમાં પ્રવૃત્તિ કરે છે. આથી જ કામને અંધ થયેલો જીવ ભાવિના અનર્થનો વિચાર કર્યા વગર કે તત્કાલ અનર્થની સંભાવનાનો વિચાર કર્યા વગર પ્રવર્તે છે. વળી, આ વિષયાભિલાષ જગતના જીવોને વશ કરવામાં અત્યંત સમર્થ છે અને જીવમાં સર્વ પ્રકારનાં હિંસાદિ પાપો પ્રગટ કરવા માટે પટુ બુદ્ધિવાળો છે. જે રાગકેસરીનો મંત્રી છે. I૭૩NI શ્લોક :
अत्रान्तरे च ध्वनदध्वकर्षि, मिथ्याभिमानादिरथप्रथाढ्यम् । गर्जन्ममत्वादिगजं प्रधावदसंयमायुद्धतवाजिराजि ।।७४।।