________________
૪૦.
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩
કરેલી હોય, યોગમાર્ગની સાધના કરતા હોય છતાં કોઈ નિમિત્તને પામીને યોગીનો જીવ આત્મવંચના કરે ત્યારે વારણ ન થઈ શકે તેવા વૈર્યપૂર્વક ઇન્દ્રિયો તે જીવ ઉપર આક્રમણ કરે છે તેથી તે ઇન્દ્રિયો પોતાના જીવનમાં આક્રમણ કરશે કે નહીં તેની પ્રકૃષ્ટ પરીક્ષાનું સ્થાન વિવેકી પુરુષ માટે પાંચ ઇન્દ્રિયો છે. IIછા શ્લોક :
जगज्जितप्रायममीभिरुच्चैरत्रान्तरे तानभिभूय चौरः । सन्तोषनामा कतिचित् प्रसह्य,
मुक्तौ नगर्यां मनुजानिनाय ।।७८।। શ્લોકાર્ચ -
પ્રાયઃ આના દ્વારા=પાંચ ઈન્દ્રિયો દ્વારા, અત્યંત જગત્ જિતપ્રાય છે=જગતના જીવો રાગને વશ થયા છે. એટલામાં જગતને ઈન્દ્રિયોએ વશ કર્યું છે એટલામાં, તેઓનો અભિભવ કરીને-પાંચ ઈન્દ્રિયોનો અભિભવ કરીને, સંતોષ નામનો ચોર કેટલાક મનુષ્યોને બળાત્કારે મુક્તિનગરીમાં લઈ ગયો. ll૭૮ll શ્લોક :
श्रुत्वेति संतोषजयाय राजा, प्रगल्भतेऽसौ परिवारयुक्तः । पराभवं स्वस्य भटाः पदाते
स्तेजोऽभिरामाः कतमे सहन्ते ।।७९।। શ્લોકાર્ચ -
એ પ્રમાણે સાંભળીને=સંતોષ ચોર કેટલાક મનુષ્યોને મુક્તિનગરીમાં લઈ ગયો છે એ પ્રમાણે સાંભળીને, સંતોષના જય માટે પરિવારયુક્ત એવો આ રાજા રાગકેસરી રાજા, તત્પર થયેલ છે. પદાતિના તેજમાં અભિરામ એવા કયા ભટોકસૈનિકો, પોતાના પરાભવને સહન કરે?