________________
ચતુર્થ સ્તબક/શ્લોક-૭૬-૭૭
પ્રભાવ કર્મના વિપાકને જોઈને નિર્ણય કરે છે કે સંસા૨માં વિષયાભિલાષે સ્પર્શન આદિ પાંચ મનુષ્યોને જગતને જીતવા માટે મોકલ્યા છે; કેમ કે કર્મના વિપાકને જોવાથી જણાય છે કે સંસારી જીવોને કર્મના ઉદયથી સ્પર્શનાદિ પાંચ ઇન્દ્રિયો મળી છે અને તેને વશ થઈને જગતના જીવો કર્મથી મુક્ત થવા અસમર્થ બને છે. logil
શ્લોક ઃ
૩૯
काष्ठा परा साहसिकाग्रिमाणां,
दुर्दान्तवर्गस्य निदर्शनं च ।
अवार्यधैर्याणि परं परीक्षा
स्थानं ध्रुवं तानि च वञ्चकानाम् ।।७७।।
શ્લોકાર્થ ઃ
સાહસિક અગ્રિમોની પરાકાષ્ઠા સ્પર્શન આદિ પાંચ છે. દુર્થાંત વર્ગનું નિદર્શન છે=દુર્દાત જેટલા પદાર્થો છે તે સર્વેનું દૃષ્ટાંત પાંચ ઈન્દ્રિયો છે. પંચકોની અવાર્યઘેર્યવાળી એવી તે=ઇન્દ્રિયો, ધ્રુવ પ્રકૃષ્ટ પરીક્ષાનું સ્થાન છે.
જગતમાં જેટલા સાહસિકમાં અગ્ર છે તેઓની પરાકાષ્ઠા જેવી પાંચ ઇન્દ્રિયો છે; કેમ કે ઇન્દ્રિયોને વશ થયેલા જીવો નરકની કારમી યાતનાઓની ચિંતા કર્યા વગર સર્વ પાપો કરે છે. જેમ સાહસિક પુરુષ મૃત્યુને ગણકાર્યા વગર પોતાના ઇષ્ટને પ્રાપ્ત કરવા તત્પર થાય છે તેમ ઇન્દ્રિયોને વશ જીવો અનંત મૃત્યુને ગણકાર્યા વગર પોતાના ઇષ્ટ વિષયોમાં લુબ્ધ બને છે માટે ઇન્દ્રિયો સાહસિકના અગ્રણીઓમાં પરાકાષ્ઠાવાળી છે. વળી જગતમાં નાના બાળકોને દમન કરવું દુષ્કર હોય છે. અત્યંત ક્લિષ્ટ શત્રુને દમન કરવું દુષ્કર હોય છે તે સર્વ દુર્દાતના સમૂહનું દૃષ્ટાંત ઇન્દ્રિયો છે; કેમ કે મહાપ્રયાસથી યોગીઓ જેને દમન કરે છે તેઓની પણ ઇન્દ્રિયો નિમિત્તને પામીને કોલાહલ કરે છે અને જીવને પાતને અભિમુખ કરે છે. વળી, જેઓ આત્માની વંચના કરે છે તેઓની ઇન્દ્રિયો અવાર્ય ધૈર્યવાળી છે; કેમ કે મહાયત્ન કરીને યોગીએ ઇન્દ્રિયોને વારણ