________________
ચતુર્થ સ્તબક/શ્લોક-૭૯, ૮૦-૮૧
૪૧ વિપાકે પ્રભાવને કહ્યું કે સંતોષના જય માટે રાજા તત્પર થયો છે અને આ સુભટો પોતાનો પરાભવ સહન કરતા નથી. તેથી લડવા માટે ગાજી રહ્યા છે તેથી એ પ્રાપ્ત થાય કે જે જીવો સંતોષના બળથી મોક્ષમાં ગયા છે તેઓને તો રાગકેસરીનું સૈન્ય સંસારમાં લાવી શકે તેમ નથી પરંતુ જે જીવો કંઈક સંતોષને અનુસરનારા થયા છે અને ભવમાર્ગથી પર થવા તત્પર થયા છે તે જીવમાં સદાગમના વચનથી કંઈક કંઈક સંતોષ પ્રગટે છે તે વખતે તે જીવોનાં કર્મો અને અંતરંગ રાગના પરિણામો કોલાહલ કરીને સંતોષથી તે જીવને છોડાવવા માટે તત્પર થયા છે. આથી જ સંતોષના બળથી મોક્ષમાં જવાને અભિમુખ થયેલા હોવા છતાં જેઓના ચિત્તમાં કષાયોનો કોલાહલ ઉત્પન્ન થયો છે તેઓ ફરી રાગને વશ સંસારના પરિભ્રમણને પ્રાપ્ત કરે છે જેમ સાવદ્યાચાર્ય.l૭૯ શ્લોક :
नन्तुं महामोहनृपस्य पादमूलं गतोऽसौ स्वपितुर्नृपोऽथ । दृष्टः स तेनासमलम्बमानरजस्तमोभूयुगलाभिरामः ।।८।। સિતાસ્મિતાસ્મ(શ્મ)સુથર: પ્રવિગ્યાविद्याजराजीर्णशरीरयष्टिः । विशालतृष्णाभिधवेदिकायां,
महाविपर्याससुविष्टरस्थः ।।८१।।युग्मम् ।। શ્લોકાર્ચ -
પોતાના પિતા મહામોહ રાજાના ચરણકમલને નમસ્કાર કરવા અર્થે હવે આ રાજા=રાગકેસરી રાજા, ગયો. અસમાન લંબાયમાન એવા રાગ અને તમરૂપી ભૃકુટિના યુગલથી શોભતો, શ્વેત અસ્મિતારૂપી દાટીને ધારણ કરનારો, પ્રકંપ પામતો, અવિધારૂપી જરાથી જીર્ણ શરીરની યષ્ટિવાળો, વિશાલ તૃષ્ણા નામની વેદિકામાં, મહાવિપર્યાસરૂપ સુવિષ્ટરમાં રહેલો તે મહામોહ રાજા, તેના વડે રાગકેસરી વડે, જોવાયો.