________________
૩૨
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩
શ્લોક :
न्यगादि ताभ्यामिदमाशु पित्रोवृत्तं पिता प्राह शुभं व्यधायि । सदातनः स्पर्शननिर्मितेऽर्थे,
तस्य स्वभावः प्रतिकूलवृत्तिः ।।६५।। શ્લોકાર્ચ -
તે બંને દ્વારા=બાળ અને મનીષી દ્વારા, આ વૃતાંત=સ્પર્શનનો, વૃતાંત, માતા-પિતાને શીઘ કહેવાયો. પિતા કહે છે. શુભ કર્યું. સ્પર્શનના નિર્મિતરૂપ અર્થમાં તેનો સ્વભાવ કર્મનો સ્વભાવ હંમેશાં પ્રતિકૂલ વૃતિવાળો છે.
બાળ અને મનીષીએ પોતપોતાનાં માતા-પિતાને પોતે સ્પર્શન સાથે કઈ રીતે સંબંધ સ્વીકાર્યો છે તે કહ્યું. મનીષીના પિતા કર્મવિલાસ રાજા છે અને બાલના પિતા પણ કર્મવિલાસ રાજા છે; કેમ કે બાલ અને મનીષી પોતાનાં કર્મોના વિલાસથી જન્મ્યા છે. અને બાલે જે રીતે સ્પર્શનને પ્રિય મિત્ર સ્વીકાર્યો તે રીતે કર્મવિલાસને કહ્યું અને તેનાં મૂઢતા આપાદક કર્મો હતાં તેથી તે કર્મોએ તે ઉચિત પ્રવૃત્તિ છે તેમ કહ્યું. વળી, મનીષીએ માત્ર બહિચ્છયાથી સ્પર્શનને મિત્રરૂપે સ્વીકારેલ છે તેમ કહ્યું. અને મનીષીનાં ક્ષયોપશમભાવથી યુક્ત કર્મ હતાં તેથી તેનાં કર્મોને મનીષીની પ્રવૃત્તિ ઉચિત જણાય છે. તેથી તે બંનેને પોતપોતાની ભૂમિકા પ્રમાણે શુભ કર્યું છે તેમ પિતા કહે છે. વળી, કર્મવિલાસનો સ્વભાવ છે કે જે સ્પર્શનના નિમિત્તરૂપ અર્થમાં પ્રવર્તે છે તેને હંમેશાં કર્મ પ્રતિકૂળ વર્તે છે તેથી સ્પર્શનને વશ એવા બાલને તેનાં કર્મો હંમેશાં પ્રતિકૂળ વર્તે છે અને મનીષીને તેનાં કર્મો અનુકૂળ વર્તે છે; કેમ કે સ્પર્શનમાં તે ગાઢ આસક્ત નથી. IIકપા શ્લોક :
ततस्तदासङ्गपरं स बालं, क्षिप्नुः कुविद्यागहने जहर्ष ।