________________
૧૦
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩
શ્લોક :
मित्रस्य तस्याहमसौ वियोगान्मर्तुं प्रवृत्तोऽस्म्यसुखात्ययाय । इतीरिते स्पर्शनपूरुषेण,
बालोऽब्रवीत् तं प्रतिबन्धहेतोः ।।६१।। શ્લોકાર્થ :
તે મિત્રના વિયોગથી આ હું=સાર્શન, અસુખના અત્યય માટે=દુઃખના પરિહાર અર્થે, મરવા માટે પ્રવૃત્ત થયો છું. એ પ્રમાણે સ્પર્શન પુરુષથી કહેવાય છતે પ્રતિબંધના હેતુથી=સ્પર્શન પ્રત્યેના રાગના હેતુથી, બાલે તેને કહ્યું. શું કહ્યું તે બતાવે છે. IIII શ્લોક :
निदर्शनं त्वं किल सज्जनानां, स दुर्जनानां भवजन्तुरेव । प्रतारकाणां च सदागमोऽसा
विति त्वयि स्नेहपरोऽस्मि बाढम् ।।२।। શ્લોકાર્ચ -
ખરેખર તું સજ્જનોનો દષ્ટાંત છે. તે ભવજંતુ જ દુર્જનોનો દષ્ટાંત છે. આ સદાગમ ઠગનારાઓનો દષ્ટાંત છે. એથી તારામાં અત્યંત સ્નેહ પર હું છું.
સ્પર્શનમાં મૂઢ એવા બાળ જીવોને સ્પર્શન જ સજ્જન દેખાય છે; કેમ કે જીવને સુખ આપે છે. અને ભવજંતુ દુર્જન દેખાય છે, કેમ કે પ્રબલ સુખના કારણભૂત એવા પણ સ્પર્શનનો ત્યાગ કરે છે. વળી, સદાગમ ઠગનાર દેખાય છે; કેમ કે હિતકારી એવા સ્પર્શનના સુખથી જીવોને વંચિત કરે છે. આથી જ બાળ જીવો માત્ર ભોગવિલાસને સાર જોનારા હોય છે. તત્ત્વને જોવામાં અત્યંત અંધ હોય છે. Iકશા