________________
ચતુર્થ સ્તબક/શ્લોક-૫૯-૬૦
मनागसावप्यनुयाति मां च,
सदागमासन्निहितः कदाचित् ।।५९।। શ્લોકાર્ચ -
કરાયેલી વિપરીત આચરણાવાળા એવા તેમાં=ભવજંતુમાં, સ્નેહથી વિસ્મિત એવા મને વિપર્યય થયો નહીં અને સદાગમથી અસબ્રિહિત એવો આ=ભવજંતુ પણ ક્યારેક થોડોક મને અનુસરે છે.
સ્પર્શન બાલને કહે છે કે મારી સાથે ભવજંતુએ ઘણી વિપરીત આચરણા કરી તોપણ મને ભવજંતુ પ્રત્યે સ્નેહ ઓછો થયો નથી પરંતુ હંમેશાં ભવજંતુ મને અનુકૂળ થશે તે પ્રકારના પરિણામથી જ હું જીવતો હતો. આમ છતાં તે ભવજંતુ જ્યારે જ્યારે સદાગમના વચનથી વાસિત છે ત્યારે ત્યારે મને પ્રતિકૂળ સેવીને મારા પ્રત્યે અત્યંત અસ્નિગ્ધમનવાળો થતો હતો. ક્યારેક ઉપયોગરૂપે તે ભવજંતુના ચિત્તમાં સદાગમ અસન્નિહિત હોય છે ત્યારે મને થોડોક તે અનુસરે છે. શાતા અર્થે સ્પર્શનને અનુકૂળ ભાવો કરે છે. આપણા શ્લોક :
अथान्यदा तेन सदागमस्य, वचः पुरस्कृत्य कदर्थितोऽहम् । यास्याम्यगम्यं भवतः पदं द्राग,
इतीरयित्वा स जगाम मोक्षम् ।।६०।। શ્લોકાર્ચ -
હવે અન્યદા તેના વડે=ભવજંતુ વડે, સદાગમનું વચન આગળ કરીને હું=સ્પર્શન, કદર્થના કરાયો. તારા અગમ્ય સ્થાને શીઘ હું જઈશ એ પ્રમાણે બોલીને તે મોક્ષમાં ગયો.
સ્પર્શન બાલને કહે છે – સદાગમ મને શત્રુરૂપે બતાવે છે. તેથી ભવજંતુએ મારી શત્રુરૂપે ઘણી કદર્થના કરી અને જ્યાં હું તેનો પીછો ન કરી શકું તેવા મોક્ષસ્થાનમાં તે ભવજંતુ શીધ્ર ગયો. III