________________
૩૪
વૈરાગ્યેકલ્પલતા ભાગ-૩
શ્લોક -
अरक्तभावं परमङ्गजस्यानुमाय तस्मिन् धृतिमाप चित्ते । मुखस्य नेत्रस्य तथा विकारैः,
पुनर्विकल्पांश्च बहूंश्चकार ।।६८।। શ્લોકાર્ચ -
પરંતુ પુત્રના અરક્તભાવનું અનુમાન કરીને સાર્શનમાં અનાસક્તભાવનું અનુમાન કરીને, તે ચિતમાં=ખેદવાળા ચિત્તમાં, ધૃતિને પામી= મનીષીની માતા કંઈક વૃતિને પામી અને મુખના, નેત્રના વિકારોથી ફરી ઘણા વિકલ્પો કર્યા.
મનીષીની માતાએ જોયું કે મનીષી સ્પર્શનમાં આસક્ત નથી તેથી સ્પર્શનના સંગને કારણે મનીષીની માતાને જે ખેદ થયેલો તેવા પણ ચિત્તમાં કંઈક વૃતિ આવી; કેમ કે મનીષી સ્પર્શનમાં ગાઢ આસક્ત નથી. તેથી પોતાનો વિનાશ થવાનું કારણ મનીષી થશે નહીં તેમ જણાયું. તોપણ મનીષીની માતા જે શુભકર્મોની લક્ષ્મી છે તેના મનમાં ઘણા વિકારો અને વિકલ્પો થાય છે, કેમ કે તેને જણાય છે કે જો સ્પર્શનના સંગથી આ મનીષી પલટાઈ જશે તો હું તેની માતા રહીશ નહીં. પરંતુ મારો જ તે વિનાશ કરશે. તેથી ક્યારે શું થશે ? તેનો કોઈ નિર્ણય નહીં થવાથી ક્યારેક તે હર્ષિત થાય છે કે ક્યારેક શોકાતુર થાય છે. જ્યારે
જ્યારે મનીષી સ્પર્શનને સ્પષ્ટ જાણીને વિમુખ રહે છે ત્યારે તે જોઈને તેની માતા હર્ષિત થાય છે જ્યારે સ્પર્શનની કંઈક પ્રીતિ મનીષીના ચિત્તને સ્પર્શે છે ત્યારે મનીષીની માતાને શોક થાય છે; કેમ કે મનીષી પણ સ્પર્શનને વશ થઈને બાલ જેવો થઈ શકે છે તેથી ક્યારેક મારા વિનાશનું જ કારણ બનશે એ પ્રકારના ભયથી મનીષીનાં શુભ કર્મોરૂપ તેની માતા અનેક વિકલ્પો કરે છે. ઉદા શ્લોક -
बालस्ततः स्पर्शनबद्धरागो, हृदा सदाऽऽस्ते चकितो मनीषी ।