________________
૨૩
ચતુર્થ સ્તબક/શ્લોક-૪૭-૪૮
कन्यां स्वयं कर्मविलासनुत्रः,
शुभाशयो दास्यति ते सुताय ।।४७।। શ્લોકાર્થ :
હે રાજા ! તારા આ શ્રમ વડે સર્યું. કિજે કારણથી, અંતરંગ વિધિમાં આ સમર્થ નથી=બહિર્વિવાહનો વ્યવસાય સમર્થ નથી. કર્મવિલાસથી પ્રેરાયેલો શુભાશય તારા પુત્ર માટે સ્વયં કન્યાને આપશે.
જ્યારે નંદીવર્ધનના જીવનાં ક્ષમાને અનુકૂળ ક્ષયોપશમભાવવાળાં કર્મો થશે. તેનાથી પ્રેરાયેલો નંદીવર્ધનના ચિત્તમાં શુભાશય થશે અને શુભાશય ક્ષમાદિ ભાવોને અનુકૂળ યત્ન કરાવીને નંદીવર્ધનને ક્ષમાની પ્રાપ્તિ કરાવશે. આ૪૭ના બ્લોક :
कार्यो विषादो न तदत्र राजन्, ग्राह्या किलैका भवितव्यतैव । अर्थे ह्यशक्ये खलु यः प्रयासं,
करोत्यसौ यास्यति हास्यभावम् ।।४८।। શ્લોકાર્ચ -
તે કારણથી હે રાજા ! આમાં નંદીવર્ધનને ક્ષમાની પ્રાપ્તિમાં, વિષાદ કરવો જોઈએ નહીં. ખરેખર એક ભવિતવ્યતા જ ગ્રહણ કરવી જોઈએ= નંદીવર્ધનની તેવી ભવિતવ્યતા જ તેને આપશે એ પ્રમાણે ગ્રહણ કરવું જોઈએ. હિં=જે કારણથી, ખરેખર અશક્ય અર્થમાં જે પુરુષ પ્રયાસને કરે છે તે હાસ્યભાવને પામશે.
જ્યારે નંદીવર્ધનની તેવી ભવિતવ્યતા હશે ત્યારે તેનાં કર્મો અલ્પ થશે. ક્ષયોપશમભાવને અભિમુખ થશે ત્યારે તેનામાં ક્ષમાની પરિણતિ પ્રગટ થશે. અત્યારે ઉપદેશથી તે ભાવો તેમાં થાય તેમ નથી. તેથી અશક્ય અર્થમાં પ્રયાસ કરવાથી હાસ્યપદસ્થિતિની જ પ્રાપ્તિ છે. I૪૮