________________
ચતુર્થ સ્તબક/બ્લોક-૪૨-૪૩-૪૪
૨૧ કષાયના તાપને શમન કરનાર છે. આત્માના પારમાર્થિક સ્વરૂપમાં ભ્રાંતિ વગરની અને જીવની ઉત્તમ પ્રકૃતિરૂપ ક્ષમાની પરિણતિ સ્વરૂપ છે. જે ઉપકારી ક્ષમાદિના ક્રમથી ધર્મક્ષમા સુધી ઉત્તરોત્તર વૃદ્ધિ પામે છે અને અંતે ક્ષાયિકભાવની ક્ષમાની પ્રાપ્તિ કરાવે છે. IIકશા શ્લોક :
निरीक्षणस्यापि हि मूल्यमस्याश्चिन्तामणि र्हति भूरितेजाः । आलिङ्गनं यस्तु विधास्यतेऽस्याः,
स शक्रचक्रादपि पीनपुण्यः ।।४३।। શ્લોકાર્ચ -
આના-ક્ષમાના, નિરીક્ષણનું પણ મૂલ્ય ભૂરિતેજવાળો ચિંતામણિ આપી શકતો નથી. વળી, આનેત્રક્ષાંતિને જે આલિંગન આપશે તે શચક્રથી પણ પુષ્ટ પુણ્યવાળો છે.
જેઓને પાંચ પ્રકારની ક્ષમાના પારમાર્થિક સ્વરૂપનો બોધ થયો છે તેવા નિર્મળ સમ્યગ્દષ્ટિજીવોથી થતા ક્ષમાના નિરીક્ષણનું મૂલ્ય ચિંતામણિ રત્ન પણ આપવા સમર્થ નથી. વળી, જેઓને ક્ષમાની પરિણતિનો જેટલો જેટલો સ્પર્શ થાય છે તેઓ પુષ્ટ પુણ્યવાળા બને છે તે શક્ર વગેરે કરતાં પણ અધિક પુણ્યશાળી છે; કેમ કે ક્ષમાના પરિણામથી જે સુખ થાય છે તે સુખ શક્રને પણ નથી. I૪૩ શ્લોક :
स्नेहाञ्चिता दृगलहरी यदस्याश्चरीकरीति प्रशमस्थितानाम् । शैत्यं सुधाचन्दनचन्द्रमुख्यैर्न
जायते तत्किल तापभाजाम् ।।४४।। શ્લોકાર્ચ - આની ક્ષમાની, સ્નેહથી અંચિત દષ્ટિની લહેરી પ્રશમસ્થિત જીવોને