________________
૨૦
प्रतिप्रतीकं तु निरूपितेयं, वेद्यान्तरं शून्यमिवातनोति ।। ४१ ।।
શ્લોકાર્થ ઃ
આનું=સ્થિરતાનું, પ્રતીક પણ નિરૂપણ કરાયે છતે=સ્થિરતાનું ચિત્ર પણ નિરૂપણ કરાયે છતે, સુરસુંદરીઓનું રૂપ ભસ્મ જ ભાસે છે. વળી, પગલે પગલે નિરૂપણ કરાયેલી આ=સ્થિરતા, વેધાંતરને શૂન્યની જેમ વિસ્તાર કરે છે.
સ્થિરતા કેવા સ્વરૂપવાળી છે તેનું ચિંતવન માત્ર ક૨વામાં આવે તો સુરસુંદરીઓનાં રૂપ તેની આગળ ભસ્મ જેવાં જણાય છે. વળી પગલે પગલે સ્થિરતાનું જેઓ અવલંબન લે છે તેઓને શુદ્ધ આત્મગુણોમાં સ્થિરતાથી અન્ય એવું વેદાન્તર શૂન્ય જેવું ભાસે છે. II૪૧॥
શ્લોક ઃ
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩
पुत्री तयोरस्ति निधिर्गुणाना
मुत्पत्तिभूमिर्बहुविस्मयानाम् । सुधौघवन्निमिततापशान्तिः, क्षान्तिर्गतभ्रान्तिरुदारकान्तिः ।। ४२ ।।
શ્લોકાર્થ ઃ
તે બેની=શુભાશય અને સ્થિરતાની, ગુણોની નિધિ, બહુ વિસ્મયોની ઉત્પત્તિભૂમિ, સુધાના સમૂહની જેમ નિર્મિત કરાયેલી તાપની શાંતિવાળી, ગતભ્રાંતિવાળી, ઉદાર કાંતિવાળી ક્ષાંતિ નામની પુત્રી છે.
જીવમાં વર્તતો શુભાશય જીવને આત્માની નિરાકુળ પ્રવૃત્તિમાં યત્ન કરાવે છે. આત્માની નિરાકુળ પ્રવૃત્તિમાં જ્યારે જેટલી સ્થિરતા આવે તેટલી સ્થિરતાને કા૨ણે જીવમાં ક્ષાંતિની પરિણતિ પ્રગટે છે. જે સર્વ ગુણોની નિધિ જેવી છે. આત્મામાં જેટલી ક્ષયોપશમભાવની લબ્ધિઓ થાય છે કે જેટલી પુણ્યપ્રકૃતિઓજન્ય જેટલી સદ્ગતિઓની પ્રાપ્તિ થાય છે કે ચક્રવર્તીપણું કે તીર્થંક૨૫ણું આદિ પ્રાપ્ત થાય છે તે સર્વ વિસ્મયોની ઉત્પત્તિભૂમિ ક્ષમા છે. વળી, આ ક્ષાંતિ આત્માના