________________
૧૮
વૈરાગ્યકલ્પલતા ભાગ-૩ કથા પણ નથી.
ચિત્તસૌંદર્યનગરમાં ભેદજ્ઞાન સતત પ્રવર્તે છે. તેથી મૂઢતારૂપ અંધકાર ત્યાં નથી. અને ક્ષય ન પામે તેવું જિનવચનાનુસાર સૂક્ષ્મ સૂક્ષ્મતર બોધરૂપ નિધાન ત્યાં વિદ્યમાન છે. તેથી શોક વગરના તે જીવોમાં ભાવ દારિદ્મની કથા નથી. ૩છા શ્લોક :
भूमीपतिस्तत्र शुभाशयाख्यो, बिभर्ति राज्यं जितराजराजिः । सतां हिताप्तावहितव्यये च,
कृतोद्यमो दुष्टविनिग्रहे च ।।३७।। શ્લોકાર્ચ -
ત્યાં તે ચિત્તસૌંદર્યનગરમાં, સંત પુરુષોની હિતની પ્રાપ્તિમાં, અહિતના વ્યયમાં અને દુષ્ટના નિગ્રહમાં કૃતઉધમવાળો શુભાશય નામનો રાજા જિતરાજ રાજીવાળો રાજ્યને ધારણ કરે છે.
જેઓનું ચિત્ત સુંદર છે તેમાં શુભાશય પ્રગટે છે જે આત્મહિતની ચિંતા કરાવે છે, કર્મજન્ય અહિતના વ્યયમાં પ્રયત્ન કરાવે છે અને દુષ્ટ એવા કષાયોના નિગ્રહમાં ઉદ્યમ કરાવે છે. શ્લોક :
अलंकरोत्येष कलङ्कमुक्तः, क्रीडावशेनापि हि यं प्रदेशम् । ततः प्रणश्यन्त्यरयोऽन्तरङ्गा,
મૃIરિસંવિનતિમાં: રૂપા શ્લોકાર્ચ -
કલંકથી મુક્ત એવો આ=શુભાશય, ક્રીડાના વશથી પણ જે પ્રદેશને અલંકૃત કરે છે=જે પ્રદેશમાં જાય છે ત્યાંથી અંતરંગ શત્રુઓ નાશ પામે છે. જેમ સિંહના સંસર્ગી એવા વનથી હાથીઓ દૂર જાય છે.