________________
૧૨
નિક્ષેપ
સ્થાપનાનિર્જરા - જે લાકડા વગેરેમાં કે શંખ વગેરેમાં નિર્જરાની સ્થાપના કરાય તે સ્થાપનાનિર્જરા.
દ્રવ્યનિર્જરા - મોક્ષના અધિકાર વિનાનું એવું જે દ્રવ્યનું છૂટું પડવું તે દ્રવ્યનિર્જરા. દા.ત. ડાંગર વગેરેનું છોડમાંથી છૂટું પડવું તે.
ભાવનિર્જરા - આત્મા ઉપરથી કર્મોનું છૂટા પડવું તે ભાવનિર્જરા. (૭) મોક્ષ -
નામમોક્ષ - મોક્ષ એવું નામ તે નામમોક્ષ. અથવા મોક્ષના અર્થ વિનાની જે વસ્તુનું મોક્ષ એવું નામ કરાય તે નામમોક્ષ.
સ્થાપનામોક્ષ - જે લાકડા વગેરેમાં કે શંખ વગેરેમાં મોક્ષની સ્થાપના કરાય તે સ્થાપનામોક્ષ.
દ્રવ્યમોક્ષ - દ્રવ્યમાંથી છૂટવું તે દ્રવ્યમોક્ષ. દા.ત. બેડી વગેરેમાંથી છૂટવું તે.
ભાવમોક્ષ - બધા કર્મોનો ક્ષય થવો તે ભાવમોક્ષ. (૮) સમ્યગ્દર્શન -
નામસમ્યગ્દર્શન - સમ્યગ્દર્શન એવું નામ તે નામસમ્યગ્દર્શન. અથવા સમ્યગ્દર્શનના અર્થ વિનાની જે વસ્તુનું સમ્યગ્દર્શન એવું નામ કરાય તે નામસમ્યગ્દર્શન કહેવાય.
સ્થાપનાસમ્યગ્દર્શન - જે લાકડા વગેરેમાં કે શંખ વગેરેમાં સમ્યગ્દર્શનની સ્થાપના કરાય તે સ્થાપનાસમ્યગ્દર્શન.
દ્રવ્યસમ્યગ્દર્શન - ભવ્ય જીવોના મિથ્યાત્વમોહનીયના જે પુદ્ગલો સમ્યક્ત્વમોહનીયરૂપે પરિણમવાના હોય તે દ્રવ્યસમ્યગ્દર્શન. અથવા