SearchBrowseAboutContactDonate
Page Preview
Page 43
Loading...
Download File
Download File
Page Text
________________ ૧૨ નિક્ષેપ સ્થાપનાનિર્જરા - જે લાકડા વગેરેમાં કે શંખ વગેરેમાં નિર્જરાની સ્થાપના કરાય તે સ્થાપનાનિર્જરા. દ્રવ્યનિર્જરા - મોક્ષના અધિકાર વિનાનું એવું જે દ્રવ્યનું છૂટું પડવું તે દ્રવ્યનિર્જરા. દા.ત. ડાંગર વગેરેનું છોડમાંથી છૂટું પડવું તે. ભાવનિર્જરા - આત્મા ઉપરથી કર્મોનું છૂટા પડવું તે ભાવનિર્જરા. (૭) મોક્ષ - નામમોક્ષ - મોક્ષ એવું નામ તે નામમોક્ષ. અથવા મોક્ષના અર્થ વિનાની જે વસ્તુનું મોક્ષ એવું નામ કરાય તે નામમોક્ષ. સ્થાપનામોક્ષ - જે લાકડા વગેરેમાં કે શંખ વગેરેમાં મોક્ષની સ્થાપના કરાય તે સ્થાપનામોક્ષ. દ્રવ્યમોક્ષ - દ્રવ્યમાંથી છૂટવું તે દ્રવ્યમોક્ષ. દા.ત. બેડી વગેરેમાંથી છૂટવું તે. ભાવમોક્ષ - બધા કર્મોનો ક્ષય થવો તે ભાવમોક્ષ. (૮) સમ્યગ્દર્શન - નામસમ્યગ્દર્શન - સમ્યગ્દર્શન એવું નામ તે નામસમ્યગ્દર્શન. અથવા સમ્યગ્દર્શનના અર્થ વિનાની જે વસ્તુનું સમ્યગ્દર્શન એવું નામ કરાય તે નામસમ્યગ્દર્શન કહેવાય. સ્થાપનાસમ્યગ્દર્શન - જે લાકડા વગેરેમાં કે શંખ વગેરેમાં સમ્યગ્દર્શનની સ્થાપના કરાય તે સ્થાપનાસમ્યગ્દર્શન. દ્રવ્યસમ્યગ્દર્શન - ભવ્ય જીવોના મિથ્યાત્વમોહનીયના જે પુદ્ગલો સમ્યક્ત્વમોહનીયરૂપે પરિણમવાના હોય તે દ્રવ્યસમ્યગ્દર્શન. અથવા
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy