________________
નિક્ષેપ
૧૩ ઉદયમાં નહીં આવેલા સમ્યકત્વમોહનીયના પુદ્ગલો તે દ્રવ્યસમ્યગ્દર્શન.
ભાવસમ્યગ્દર્શન - મિથ્યાત્વમોહનીય, મિશ્રમોહનીય, સમ્યકત્વમોહનીયના ઉપશમ, ક્ષય કે ક્ષયોપશમથી આત્મામાં ઉત્પન્ન થયેલો પરિણામ તે ભાવસમ્યગ્દર્શન. (૯) સમ્યજ્ઞાન -
નામસમ્યજ્ઞાન - સમ્યજ્ઞાન એવું નામ તે નામસમ્યજ્ઞાન. અથવા સમ્યજ્ઞાનના અર્થ વિનાની જે વસ્તુનું સમ્યજ્ઞાન એવું નામ કરાય તે નામસમ્યજ્ઞાન.
સ્થાપનાસમ્યજ્ઞાન - જે લાકડા વગેરેમાં કે શંખ વગેરેમાં સમ્યજ્ઞાનની સ્થાપના કરાય તે સ્થાપનાસમ્યજ્ઞાન.
દ્રવ્યસમ્યજ્ઞાન - પુસ્તકાદિમાં આલેખાયેલું સમ્યજ્ઞાન તે દ્રવ્યસમ્યજ્ઞાન. અથવા શાસ્ત્રો ભણતી વખતે જે અનુપયુક્ત હોય તેનું સમ્યજ્ઞાન તે દ્રવ્યસમ્યજ્ઞાન.
ભાવસ જ્ઞાન - આત્મામાં પરિણમેલું સમ્યજ્ઞાન તે ભાવસમ્યજ્ઞાન. અથવા શાસ્ત્રો ભણતી વખતે જે ઉપયુક્ત હોય તેનું જ્ઞાન તે ભાવસમ્યજ્ઞાન. (૧૦) સમ્યકક્યારિત્ર -
નામસમ્યક્યારિત્ર સમ્યફચારિત્ર એવું નામ તે નામસમ્યફચારિત્ર. અથવા સમ્મચારિત્રના અર્થ વિનાની જે વસ્તુનું સમ્યફચારિત્ર એવું નામ કરાય તે નામસમ્મચારિત્ર.
સ્થાપનાસમ્યફચારિત્ર - જે લાકડા વગેરેમાં કે શંખ વગેરેમાં સમ્યફચારિત્રની સ્થાપના કરાય તે સ્થાપનાસમ્યક્યારિત્ર.