________________
૧૪
પ્રમાણ, નય
દ્રવ્યસમ્મચારિત્ર - અભવ્યનું ચારિત્ર અથવા ભવ્યનું ઉપયોગ વિનાનું ચારિત્ર તે દ્રવ્યસમ્યફચારિત્ર.
ભાવસમક્યારિત્ર - ભવ્યનું ઉપયોગપૂર્વકનું ચારિત્ર તે ભાવસમ્મચારિત્ર. (૧૧) દ્રવ્ય -
નામદ્રવ્ય - દ્રવ્ય એવું નામ તે નામદ્રવ્ય. અથવા દ્રવ્યના અર્થ વિનાની જે વસ્તુનું દ્રવ્ય એવું નામ કરાય તે નામદ્રવ્ય.
સ્થાપનાદ્રવ્ય - જે લાકડા વગેરેમાં કે શંખ વગેરેમાં દ્રવ્યની સ્થાપના કરાય તે સ્થાપનાદ્રવ્ય. દ્રવ્યદ્રવ્ય - ગુણ-પર્યાય વિનાનું બુદ્ધિથી કલ્પાયેલું દ્રવ્ય તે દ્રવ્યદ્રવ્ય.
ભાવદ્રવ્ય - ગુણ-પર્યાયથી યુક્ત ધર્માસ્તિકાય વગેરે દ્રવ્યો તે ભાવદ્રવ્ય. • પ્રમાણ, નય - (સૂત્ર-૧૬)
પ્રમાણો અને નયો વડે જીવાદિ તત્ત્વોનું વિસ્તારપૂર્વક જ્ઞાન થાય છે.
પ્રમાણ - અનંતધર્માત્મક વસ્તુના સંપૂર્ણ સ્વરૂપને જણાવનારું જ્ઞાન તે પ્રમાણ. પ્રમાણના બે પ્રકાર છે – પ્રત્યક્ષ અને પરોક્ષ. પ્રમાણ એ સમ્યજ્ઞાન છે.
નય - અનંતધર્માત્મક વસ્તુને એક જ ધર્મરૂપે જણાવે તે નય. નયોના પાંચ પ્રકાર છે – નૈગમ, સંગ્રહ, વ્યવહાર, ઋજુસૂત્ર, શબ્દ. નયો એ મિથ્યાજ્ઞાન છે.