________________
છ અનુયોગદ્વારો
૧૫ કેટલાક એમ કહે છે કે – અનંતધર્માત્મક વસ્તુને એક ધર્મરૂપે જણાવે તે નય. પરસ્પર સાપેક્ષ એવા નૈગમ વગેરે નયો તે સુનય છે. પરસ્પર સાપેક્ષ એવા નયો વડે થતું જ્ઞાન તે પ્રમાણ છે. પરસ્પર નિરપેક્ષ એવા નૈગમ વગેરે નયો તે નયાભાસ છે. નયાભાસ એ મિથ્યાજ્ઞાન છે.
પ્રમાણ અને નયનું વિસ્તૃત સ્વરૂપ આગળ બતાવાશે.
છ અનુયોગદ્વારો - (સૂત્ર-૧૭) - નિર્દેશ, સ્વામિત્વ, સાધન, અધિકરણ, સ્થિતિ અને વિધાન - આ છ અનુયોગદ્વારો વડે જીવાદિ તત્ત્વોનું વિસ્તારપૂર્વક જ્ઞાન થાય છે.
(૧) નિર્દેશ - ઉદ્દેશ વિના નિર્દેશ ન હોય. સામાન્ય અર્થને જણાવનારું વચન તે ઉદ્દેશ. વિશેષ અર્થને જણાવનારું વચન તે નિર્દેશ.
(૨) સ્વામિત્વ - માલિકપણું. (૩) સાધન - જેનાથી સધાય તે સાધન. (૪) અધિકરણ - આધાર. (૫) સ્થિતિ - પોતાના સ્વરૂપમાંથી ભ્રષ્ટ ન થવાનો કાળ. (૬) વિધાન - પ્રકાર. નિર્દેશાદિ દ્વારોથી જીવતત્ત્વની વિચારણા -
(૧) નિર્દેશ - જીવ કોણ છે? જીવ ઔપથમિક વગેરે ભાવોથી યુક્ત દ્રવ્ય છે. . (૨) સ્વામિત્વ - જીવ કોનો સ્વામી છે? અથવા, જીવના કોણ
સ્વામી છે? જીવ ધર્માસ્તિકાય વગેરે ચારે ઉપર મૂચ્છ કરે છે, તેમને ભોગવે છે, શરીર તરીકે ગ્રહણ કરે છે. માટે જીવ ધર્માસ્તિકાય વગેરે