SearchBrowseAboutContactDonate
Page Preview
Page 42
Loading...
Download File
Download File
Page Text
________________ નિક્ષેપ (૪) બંધ - નામબંધ - બંધ એવું નામ તે નામબંધ. અથવા બંધના અર્થ વિનાની જે વસ્તુનું બંધ એવું નામ કરાય તે નામબંધ. ૧૧ સ્થાપનાબંધ - જે લાકડા વગેરેમાં કે શંખ વગેરેમાં બંધની સ્થાપના કરાય તે સ્થાપનાબંધ. દ્રવ્યબંધ - જે દ્રવ્યથી વસ્તુને બંધાય તે દ્રવ્યબંધ. દા.ત. સાંકળ વગેરે. ભાવબંધ - આત્માની સાથે કર્મોનો સંબંધ થવો તે ભાવબંધ. દા.ત. પ્રકૃતિબંધ વગેરે. (૫) સંવર - નામસંવર - સંવર એવું નામ તે નામસંવર. અથવા સંવરના અર્થ વિનાની જે વસ્તુનું સંવર એવું નામ કરાય તે નામસંવર. સ્થાપનાસંવર - જે લાકડા વગેરેમાં કે શંખ વગેરેમાં સંવરની સ્થાપના કરાય તે સ્થાપનાસંવર. દ્રવ્યસંવર - જે દ્રવ્યથી વસ્તુ ઢંકાય તે દ્રવ્યસંવર. દા.ત. ઢાંકણું વગેરે. ભાવસંવર - ગુપ્તિ વગેરેના પરિણામને પામેલો જીવ તે ભાવસંવ૨. (૬) નિર્જરા - નામનિર્જરા - નિર્જરા એવું નામ તે નામનિર્જરા. અથવા નિર્જરાના અર્થ વિનાની જે વસ્તુનું નિર્જરા એવું નામ કરાય તે નામનિર્જરા.
SR No.022525
Book TitleTattvarthadhigam Sutra
Original Sutra AuthorN/A
AuthorHemchandrasuri
PublisherSanghvi Ambalal Ratnchand Jain Dharmik Trust
Publication Year2013
Total Pages546
LanguageGujarati, Sanskrit
ClassificationBook_Gujarati & Book_Devnagari
File Size12 MB
Copyright © Jain Education International. All rights reserved. | Privacy Policy