________________
નિક્ષેપ
(૪) બંધ -
નામબંધ - બંધ એવું નામ તે નામબંધ. અથવા બંધના અર્થ વિનાની જે વસ્તુનું બંધ એવું નામ કરાય તે નામબંધ.
૧૧
સ્થાપનાબંધ - જે લાકડા વગેરેમાં કે શંખ વગેરેમાં બંધની સ્થાપના કરાય તે સ્થાપનાબંધ.
દ્રવ્યબંધ - જે દ્રવ્યથી વસ્તુને બંધાય તે દ્રવ્યબંધ. દા.ત. સાંકળ વગેરે.
ભાવબંધ - આત્માની સાથે કર્મોનો સંબંધ થવો તે ભાવબંધ. દા.ત. પ્રકૃતિબંધ વગેરે.
(૫) સંવર -
નામસંવર - સંવર એવું નામ તે નામસંવર. અથવા સંવરના અર્થ વિનાની જે વસ્તુનું સંવર એવું નામ કરાય તે નામસંવર.
સ્થાપનાસંવર - જે લાકડા વગેરેમાં કે શંખ વગેરેમાં સંવરની સ્થાપના કરાય તે સ્થાપનાસંવર.
દ્રવ્યસંવર - જે દ્રવ્યથી વસ્તુ ઢંકાય તે દ્રવ્યસંવર. દા.ત. ઢાંકણું વગેરે.
ભાવસંવર - ગુપ્તિ વગેરેના પરિણામને પામેલો જીવ તે ભાવસંવ૨. (૬) નિર્જરા -
નામનિર્જરા - નિર્જરા એવું નામ તે નામનિર્જરા. અથવા નિર્જરાના અર્થ વિનાની જે વસ્તુનું નિર્જરા એવું નામ કરાય તે નામનિર્જરા.