________________
નિક્ષેપ મનુષ્ય થાય તો તે મનુષ્ય ઈન્દ્રનો દ્રવ્યનિક્ષેપ છે. માટી એ ઘડાનું કારણ છે, તેથી માટી એ ઘડાનો દ્રવ્યનિક્ષેપ છે. બંધનો મુખ્ય અર્થ છે કર્મથી બંધાવું. સાંકળથી બંધાવું એ બંધનો ગૌણ અર્થ છે. તેથી સાંકળ એ બંધનો દ્રવ્યનિક્ષેપ છે.
(૪) ભાવનિક્ષેપ - વસ્તુનું વર્તમાન સ્વરૂપ એ તે વસ્તુનો ભાવનિક્ષેપ છે. અથવા વસ્તુના નામનો મુખ્ય અર્થ જેમાં હોય એ તે વસ્તુનો ભાવનિક્ષેપ છે. દા.ત. વર્તમાનકાળે દેવલોકમાં બધા દેવોના જે માલિક હોય તે ઈન્દ્રનો ભાવનિક્ષેપ છે. બંધનો મુખ્ય અર્થ “કર્મથી બંધાવું એવો છે. તેથી કર્મબંધ એ બંધનો ભાવનિક્ષેપ છે.
આ ચાર અનુયોગદ્વારો વડે જીવ વગેરે તત્ત્વોના નિક્ષેપ થાય છે. (સૂત્ર-૧/૫) બધી વસ્તુઓના સ્વરૂપને જાણવા નિક્ષેપ કરવા. (૧) જીવ -
નામજીવ - જીવ એવું નામ તે નામજીવ. અથવા જીવના અર્થ વિનાની કોઈ વસ્તુનું જીવ એવું નામ રાખવામાં આવે તો તે વસ્તુ નામજીવ કહેવાય.
સ્થાપનાજીવ - જે લાકડા, વસ્ત્ર, ચિત્ર વગેરેમાં અને શંખ વગેરેમાં જીવની સ્થાપના કરાય તે લાકડા વગેરે અને શંખ વગેરે સ્થાપનાજીવ છે. લાકડા વગેરેમાં જીવની સભાવ (આકારવાળી) સ્થાપના થાય છે. શંખ વગેરેમાં જીવની અસદૂભાવ (આકાર વિનાની) સ્થાપના થાય છે.
દ્રવ્યજીવ - અનાદિ પારિણામિક ભાવવાળો, ગુણ-પર્યાય વિનાનો બુદ્ધિથી કલ્પાયેલો જીવ તે દ્રવ્યજીવ. અથવા જે અજીવ ભવિષ્યમાં જીવ બને તે અજીવ એ દ્રવ્યજીવ. આ શક્ય નથી. તેથી આ નિક્ષેપ શૂન્ય છે.