________________
નિક્ષેપ
અન્યત્ર ઉપર કહેલા સાત તત્ત્વો અને પુણ્ય-પાપ એમ નવ તત્ત્વો કહ્યા છે. અહીં પુણ્ય-પાપ તત્ત્વોનો બંધ તત્ત્વમાં સમાવેશ કર્યો હોવાથી સાત તત્ત્વો કહ્યા છે. જે કર્મના ઉદયથી સંસારી જીવને સુખનો અનુભવ થાય તે પુણ્ય. જે કર્મના ઉદયથી સંસારી જીવને દુઃખનો અનુભવ થાય
તે પાપ.
પ્રશ્ન - મિથ્યાદર્શન વગેરે રૂપ આસ્રવ એ જીવનો પરિણામ છે. કર્મયુગલોનો આત્માની સાથેનો સંબંધ તે બંધ છે. આગ્નવોના નિરોધરૂપ અને દેશ-સર્વ ભેટવાળો સંવર પણ આત્માના પરિણામરૂપ છે. આત્મા ઉપરથી કર્મોનું જુદા થવું એ નિર્જરા છે. બધા કર્મો રહિત આત્મા એ મોક્ષ છે. આમ આસ્રવ વગેરે પાંચ તત્ત્વોનો જીવ-અજીવ તત્ત્વોમાં જ સમાવેશ થઈ જાય છે. તો પછી એ પાંચ તત્ત્વોને જુદા કેમ બતાવ્યા?
જવાબ - આ શાસ્ત્ર દ્વારા “જ્ઞાનાદિ કારણોને સેવવાથી મોક્ષ થાય છે, અન્યથા સંસાર થાય છે” એમ બતાવી શિષ્યની મોક્ષ તરફ પ્રવૃત્તિ કરાવવી છે. “આસ્રવ અને બંધ એ સંસારના કારણો છે તથા સંવર અને નિર્જરા એ મોક્ષના કારણો છે એમ કહેવાથી શિષ્ય સંસારના કારણોને છોડવા પ્રયત્ન કરશે અને મોક્ષના કારણોને ગ્રહણ કરવા પ્રયત્ન કરશે. વળી મોક્ષ એ તો મુખ્ય સાધ્ય છે કે જેના માટે પ્રવૃત્તિ કરવાની છે. આમ આસ્રવ વગેરે પાંચ તત્ત્વોના જ્ઞાનથી જીવની મોક્ષ તરફ પ્રવૃત્તિ થાય છે. માટે આસ્રવ વગેરે પાંચ તત્ત્વોનો જીવ-અજીવ તત્ત્વોમાં સમાવેશ થવા છતાં તેમને જુદા બતાવ્યા છે.
• નિક્ષેપ - વસ્તુના પ્રતિવિશિષ્ટ સ્વરૂપને જાણવા નામ વગેરે વડે રચના કરવી તે નિક્ષેપ. તે ચાર પ્રકારે છે- નામ, સ્થાપના, દ્રવ્ય, ભાવ.