________________
૧૦.
નિક્ષેપ
- ભાવજીવ - ઔપથમિક, ક્ષાયિક, ક્ષાયોપથમિક, ઔદયિક, પારિણામિક ભાવોથી યુક્ત, ઉપયોગ લક્ષણવાળો જીવ તે ભાવજીવ. (૨) અજીવ -
નામઅજીવ - અજીવ એવું નામ તે નામઅજીવ. અથવા જે સચેતન કે અચેતન વસ્તુનું અજીવ એવું નામ કરાય તે વસ્તુને નામઅજીવ કહેવાય.
સ્થાપનાઅજીવ - જે લાકડા વગેરેમાં કે શંખ વગેરેમાં અજીવની સ્થાપના કરાય તે સ્થાપનાઅજીવ.
દ્રવ્યઅજીવ - અજીવના ગુણ-પર્યાયો વિનાનો, બુદ્ધિથી કલ્પાયેલો અજીવ તે દ્રવ્યઅજીવ.
ભાવઅજીવ - પોતાના ગુણ-પર્યાયોથી યુક્ત એવા ધર્માસ્તિકાય વગેરે તે ભાવઅજીવ. (૩) આસવ -
નામઆસ્રવ - આસ્રવ એવું નામ તે નામ આગ્નવ. અથવા આગ્નવના અર્થ વિનાની જે વસ્તુનું આસ્રવ એવું નામ કરાય તે નામઆગ્નવ.
સ્થાપનાઆસ્રવ - જે લાકડા વગેરેમાં કે શંખ વગેરેમાં આમ્રવની સ્થાપના કરાય તે સ્થાપનાઆગ્નવ.
દ્રવ્યઆસ્રવ - આત્માની સાથે જોડાયેલા, ઉદયમાં નહિ આવેલા કર્મપુદ્ગલો તે દ્રવ્યઆસ્રવ.
ભાવઆસ્રવ - આત્માની સાથે જોડાયેલા, ઉદયમાં આવેલા કર્મપુદ્ગલો તે ભાવઆગ્નવ.