________________
૧૭
ત્યની અમૂલ્ય સેવા બજાવી છે, તે પ્રતની પ્રાચીનતા અને લખાણશૈલી જાણવા માટે તેના એક પૃષ્ઠનો બ્લેક પણ આ પુસ્તકમાં દાખલ કરવામાં આવ્યું છે.
પુસ્તકનું કદ વિશેષ વધી ન જાય તે માટે વિજયસેનસૂરિ પછીના પટ્ટધરોને વૃત્તાન્ત બીજા વિભાગમાં દાખલ કરવા ધાયું છે. આ સંબંધમાં વિદ્વજનને વિજ્ઞપ્તિ છે કે તેમની પાસે આ સંબંધમાં જે જે કંઈ સાધન, માહિતી અથવા પુસ્તકપાના હોય તે મને મોકલી આપવા કૃપા કરે જેથી સંપાદનકાર્યમાં સરલતા થવા સાથે પુસ્તક વધુ સંગીન રૂપમાં બહાર આવે. આ પુસ્તકમાં જે જે કંઈ ત્રુટીઓ યા ખામીઓ જણાય તે ઉદારભાવે મને જણાવવા કૃપા કરે કે જેથી બીજી આવૃત્તિમાં તેને લગતે હૈગ્ય સુધારવધારે થઈ શકે.
આ પુસ્તકના સંપાદનમાં ઘણા ય ગ્રંથને ઉપયોગ કરવામાં આવ્યા છે જે પૈકી મહત્વના ગ્રંથની સૂચી પાછળના પાના પર પ્રગટ કરી છે. આ સ્થાને તે તે ગ્રંથોના લેખક તેમજ પ્રકાશકોને આભાર માનીએ છીએ. આ પુસ્તકના સંપાદનકાર્યમાં આ. શ્રી વિજયનીતિસૂરીશ્વરજીના શિષ્ય પંન્યાસ શ્રી કલ્યાણવિજયજીએ અથાગ પરિશ્રમ ઉઠાવ્યા છે. તેમણે તેમના અત્યાર સુધીના આગમાભ્યાસને નીચોડ આ પુસ્તકમાં ઠાલવ્યો છે અને પુસ્તકને દરેક રીતે ઉપયોગી અને રસિક બનાવવા જહેમત ઉઠાવી છે તે માટે તેમને પણ હું અત્યંત જાણું છું. પંન્યાસ શ્રી કલ્યાણવિજયજીને આ ગ્રંથના સંપાદનકાર્યમાં “જેનઓફિસમાં કામ કરતા શા. નત્તમદાસ રૂગનાથે સારી સહાયતા કરી છે. તેમણે પિતાના અનુભવ દ્વારા
થને સારી શેલીમાં મૂક્યા તેમજ ગ્રંથની ભાષા–રચનાને સુધારવા ઉત્સાહપૂર્વક મહેનત કરી છે. આ ઉપરાંત વાવૃદ્ધ અનુભવી આગમરસિક મુરબ્બીશ્રી કુંવરજી આણંદજીએ આ પુસ્તકના પ્રફ સુધારી આપી સલાહ-સૂચનાપૂર્વક ગ્ય સહાયતા કરી છે તે માટે તેમને પણ આ સ્થળે આભાર માનું છું.
આ પુસ્તક પ્રગટ કરવા માટે શેઠ દલસુખભાઈ ત્રિભોવનદાસે તેમજ પ્રભાસપાટણના એક સખી ગૃહસ્થ ઉદારભાવે આર્થિક સહાયતા આપી આ ગ્રંથને જલ્દી પ્રકાશમાં લાવવા મને જે અનુકૂળતા કરી આપી છે તે માટે તેમને પણ હું અત્યંત આભારી છું.
અંતમાં એટલું જ જણાવીશ કે આ પુસ્તકને સુંદર રીતે છાપવામાં અને સારા ગ્રેટ-અપની દષ્ટિએ આકર્ષક બનાવવામાં આનંદ પ્રેસ–ભાવનગરના માલીક શેઠ દેવચંદ દામજી તથા વ્યવસ્થાપક શેઠ હરિલાલ દેવચંદે સારી કાળજી ધરાવી છે. તેમના તે કાયને માટે તેમને ધન્યવાદ ઘટે છે. ૐ શાંતિ
--પ્રકાશક
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org