________________
વદિ છઠ્ઠ ને શુક્રવારના રોજ અમદાવાદ નગરમાં જગદગુરુ શ્રીમદ્દ હીરવિજયસૂરિ મહારાજના આદેશથી ઉપાધ્યાય શ્રી કલ્યાણવિજય ગણિ, ઉપાધ્યાય શ્રી વિજયજી ગણિ, પંન્યાસ શ્રી લબ્ધિસાગર ગણિ પ્રમુખ ચાર-પાંચ વિદ્વાન્ ગીતાર્થોએ, શ્રી મુનિસુંદરસૂરિકૃત ગુર્નાવલી, જીર્ણ પટ્ટાવલી, દુષમા સંઘસ્તોત્ર વિગેરે પટ્ટધરના વૃત્તાંતવાળા પુસ્તક સાથે સરખાવીને, આ પટ્ટાવલીને પ્રમાણભૂત અને વિશ્વસનીય વૃત્તાંતવાળી સાબિત કરી તેને પોતાની સંમતિની મહોર મારી છે.
જૈન સાહિત્યમાં ચરિતાનુગને જેટલું મહત્વભર્યું સ્થાન આપવામાં આવ્યું છે તેટલું ભારતવર્ષના અન્ય ધમીય સાહિત્યમાં જવલ્લે જ આપવામાં આવ્યું છે. જૈન ધર્મે ચાર અનુગ પિકી ચરિતાનુયોગને વિશેષ બહલાવ્યું છે, કારણ કે દ્રવ્યાનુચોગાદિ બીજા અનુગો કરતાં બાળજી કથા-વાચનથી સારી રીતે બોધ પ્રાપ્ત કરી જલ્દી સંસ્કારી બની શકે છે. ઈતિહાસને વિષય અગાધ અને ગહન છે છતાં મર્યાદિત શક્તિ અને મતિ અનુસાર આ ગ્રંથ-સંકલન કરવામાં આવી છે.
અત્યારે ધાર્મિક શિક્ષણક્રમની શલી ફેરવવા માટે અવારનવાર લેખે ને ચર્ચાપત્રો આવ્યા કરે છે. જે શિક્ષણ-સંસ્થાના સંચાલકો આવા એતિહાસિક સરલ ગ્રંથને અભ્યાસક્રમમાં સ્થાન આપે તે વિદ્યાથીગણ ઓછા પ્રયાસે વિશેષ જ્ઞાન પ્રાપ્ત કરી શકે અને ધાર્મિક અભ્યાસ કરતાં જે એક પ્રકારનો કંટાળો છાત્રસમુદાયમાં ઉદ્દભવે છે તે પણ આવા રસિક વાંચનથી દૂર થાય. આ બાબત શ્રી જૈન વેતાંબર કેન્ફરંસ, શ્રી જૈન શ્વેતાંબર એજ્યુકેશન બોર્ડ, શ્રી જૈન રાજનગર ધાર્મિક ઈનામી પરીક્ષા અને શ્રી જૈન શ્રેયસ્કર મંડળ વગેરે ધાર્મિક શિક્ષણસંસ્થાઓ ધ્યાન આપી આ પુસ્તકને અભ્યાસક્રમમાં અપનાવે તે આવશ્યક અને અતિ જરૂરી છે.
આ પુસ્તકમાં શ્રી વિજયસેનસૂરિ પર્યન્તના ઓગણસાઠ પટ્ટધરના વૃત્તાંત અને બીજી અવાંતર હકીકતો તેમજ દષ્ટાન્ત આપવામાં આવ્યા છે. વિદ્વદ્દવર્ગને વાચન માટે આખી પટ્ટાવલી મૂળ રૂપમાં મુદ્રિત કરવામાં આવી છે અને બાળજીના સરલ બેધને માટે મૂળ, મૂળને અર્થ, વ્યાખ્યા તેમજ વ્યાખ્યાને અર્થ પણ આપવામાં આવ્યું છે. પ્રાંતે મહાવીર નિર્વાણ સંવતથી શરૂ કરી વિક્રમના સત્તરમા સૈકા સુધીની સાલવારી પણ આપવામાં આવી છે. ઉપરાંત સરળતા ખાતર વિશેષ નામને લગતી અનુક્રમણિકા દાખલ કરવામાં આવી છે.
આ રચના તપાગચ્છ પટ્ટાવલી સૂત્રની એક જૂની હસ્તલિખિત પ્રત પરથી કરવામાં આવી છે. પટ્ટાવલીની એ પ્રત તેના અંતમાં જણાવ્યા મુજબ જ્ઞાનવિજય ગણિએ લખી હતી. આ પ્રતને પ્રકાશમાં લાવી ૫. શ્રી કલ્યાણવિજયજીએ ખરેખર સાહિ
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org