________________
:૧૪:
વિદ્યાધરગચ્છ--પાદલિપ્તાચાર્ય, વૃદ્ધવાદીસૂરિ ને સમ્રાટ વિક્રમને પ્રતિબોધનાર શ્રી સિદ્ધસેન દિવાકરસૂરિ આ ગચ્છમાં થયેલ છે.
નિવૃત્તિગચ્છ--આ ગચ્છમાં મહાવિદ્વાન દ્રોણાચાર્ય થયા જેમણે અભયદેવસૂરિચિત નવાંગી વૃત્તિઓ તપાસી આપી હતી. સૂરાચાર્ય અને ઉપમિતિભવપ્રપંચ કથા જેવા અમૂલ્ય ગ્રંથના રચયિતા શ્રી સિદ્ધષિ આ ગચ્છના હતા.
તપાગચ્છ વૃદ્ધપશાલિક--શ્રી દેવેન્દ્રસૂરિના ગુરુભાઈ વિજયચંદ્ર, કે જેઓ સંસારી અવસ્થામાં મંત્રી વસ્તુપાળના દફતરી હતા, તેમનાથી આ ગચ્છ પ્રવર્યો. દેવેન્દ્ર સૂરિ અને વિજયચંદ્ર વચ્ચે વૈમનસ્ય થયું. વિજયચંદ્ર ખંભાત ગયા અને પાછળથી દેવેન્દ્રસૂરિ પણ ખંભાત આવી પહોંચ્યા ને તેમનાથી જુદા ઉપાશ્રયે રહ્યા. વિજયચંદ્ર ઉતરેલા હતા તે વડીપોશાલના નામે અને દેવેન્દ્રસૂરિને ઉપાશ્રય લઘુશાલના નામે પ્રસિદ્ધિ પામ્યા.
તપાગચ્છ વિજયદેવસુર અને અણસુરગચ્છ–વિજયસેનસૂરિના શિષ્ય વિજયદેવસૂરિ ગુરુઆજ્ઞાને ભંગ કરવા તૈયાર થયા. ગુરુએ આઠ ઉપાધ્યાયને તેમને સમજાવવા મોકલ્યા છતાં તેઓ સમજ્યા નહિ તેથી વિજયતિલકસૂરિને પટ્ટધર સ્થાપવામાં આવ્યા પરંતુ તેઓ અલ્પ સમયમાં સ્વર્ગગમન કરી જવાથી વિજય આનંદસૂરિને પટ્ટ પર સ્થાપ્યા. આમ વિજયદેવસૂરિને ગચ્છ દેવસુર ગચ્છ અને વિજયઆણંદસૂરિને અણસુર ગચ્છ એમ બે વિભાગ બંધાઈ ગયા.
સાગરગચ્છ–શાંતિદાસ શેઠે રાજ સાગરજીને આચાર્ય પદવી આપવા માટે વિજ્યદેવસૂરિને કહ્યું પણ તેઓએ સંમતિ આપી નહિ, એટલે ખંભાતથી તેમની પાસેથી વાસક્ષેપ મગાવી તેમણે પિતે ચતુર્વિધ સંઘ સમક્ષ રાજસાગરને આચાર્ય પદવી આપી. આ ગચ્છને તપગચ્છ સાથે લેશમાત્ર ભેદભાવ કે મતાંતર નથી.
કડવો (કકમતી) પન્થ–સંવત ૧૫૬૨ માં કડવાશાહ નામના વણિકે પિતાના નામથી પંથ ચલાવ્યા. “કોઈપણ શુદ્ધ સાધુ નથી” એમ કહી ત્રણ થાયની માન્યતા સ્વીકારી.
બીજ (બીજામતી) ગચ્છ–લુકામતમાંથી જુદા પડી બીજા (વિજય) નામના વેષધારીએ પિતાના નામથી પંથ ચલાવ્યો.
પાચંદ(પાયચંદ) ગચ્છ–નાગપુરીય તપાગચ્છમાંથી નીકળી જઈ ઉપાધ્યાય પાર્ધચન્ટે આ ગચ્છ પિતાના નામથી શરૂ કર્યો. એમણે કેટલીક નવી માન્યતા ચલાવી.
ખરતરગચ્છ વેગડશાખા–સં. ૧૪૨૨ માં શ્રી જિનદયસૂરિના સમયે ખરતરગચ્છની આ શાખા નીકળી. શ્રી ધર્મવલ્લભ વાચકને પહેલા આચાર્ય પદવી આપવાનું નિણત થયા બાદ તેમને દોષયુક્ત જાણી અન્ય શિષ્યને આચાર્યપદવી અર્પણ કરી. આથી ધર્મવલ્લભ વાચક ક્રોધિત થયા અને જેસલમેરમાં રહેનાર છાજડ ગોત્રીય
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org