________________
: ૧૨:
કેરેટ ગછ–કેરંટ નગરના નામ પરથી આ ગચ્છની પ્રસિદ્ધિ થઈ હોય તેમ જણાય છે. વિક્રમના સેળમા સૈકા સુધી આ ગચ્છના આચાર્યો વિદ્યમાન હતા. હાલમાં પ્રાયે જણાતા નથી.
કુચ્ચપુરીયગચ્છ–ચૈત્યવાસી સાધુઓના ગો પૈકી આ પણ એક ગચ્છ સંભવે છે.
ચિત્યવાસ મતગચ્છ –- ચૈત્યવાસની સ્થિતિ ઘણી પ્રાચીન હોય તેમ જણાય છે. વનરાજ ચાવડાને આશ્રય આપનાર શ્રી શીલગુણ સૂરિ ચિત્યવાસી હતા. શ્રીમદ્ હરિભદ્રસૂરિના સમયમાં ચૈત્યવાસીઓનું અતિશય પ્રાબલ્ય હતું.
નાણાવલગચ્છ–આ ગરછના આચાર્યો મેવાડ, નાની તથા મોટી મારવાડ અને માળવામાં મોટા ભાગે વિચરતા. આ ગચ્છમાં માનદેવસૂરિ થયા જેમણે ૧૧૧૮માં ફલેધી પાર્શ્વનાથની પ્રતિષ્ઠા કરી અને લઘુશાંતિ તેત્રની રચના કરી છે.
ચિત્રવાલગચ્છ–ચત્રવાલ ગચ્છ અને તપગચ્છના સ્થાપક આચાર્યોનો મેળ સારે હવે તેમ જણાય છે. ચૈત્રવાલગચ્છીય શ્રી યશોભદ્ર(દેવપ્રભ)સૂરિની સહાયથી શ્રી જગચંદ્રસૂરિએ વિદ્યાપુરમાં ક્રિોદ્ધાર કરી તપાગચ્છની સ્થાપના કરી હતી.
વિધિપક્ષગચ્છ–શ્રી વિજયચંદ્રસૂરિએ વિ. સં. ૧૧૬૯ માં સિદ્ધરાજ જયસિંહના શાસનકાળમાં એક સીત્તેર બેલની પ્રરૂપણ કરી વિધિગચ્છની સ્થાપના કરી અને પિતાનું આર્યરક્ષિતસૂરિ એવું નામ રાખ્યું. કુમારપાળે આ ગચ્છને આંચલિયા ગ૭ તરીકે સંબોધ્યા અને ત્યારથી અંચલગચ્છ એવા નામથી પ્રસિદ્ધિ પામે.
તપાગચ્છ પટ્ટાવલી(પ્રસ્તુત પુસ્તક)ના કતો શ્રી ધર્મસાગર ઉપાધ્યાય ઉપરની હકીકતથી કઈક જુદા પડે છે. તેઓ જણાવે છે કે નરસિંહ નામના આચાર્ય
બ્યુના નામના ગામમાં હતા ત્યારે નાથી નામની એક ધનાઢ્ય અંધ શ્રાવિકા તેમને વદન કરવા આવતાં મુહપત્તિ લાવવી ભૂલી ગઈ. બાદ સૂરિના કહેવાથી તેણે મુહપત્તિના બદલે વસ્ત્રના અંચલાછેડા)થી વાંઘા. પછી તેની સહાયતાથી આંચલિક મતની ઉત્પત્તિ થઈ. આ ગચ્છમાં નૂતન ગ્રંથના પ્રણેતા ઘણા આચાર્યો થયા.
સાધપૂર્ણિમાગચ્છ–પુનમેયા ગચ્છના સાધુઓને કુમારપાળે પિતાના દેશમાંથી હદપાર કર્યા બાદ કુમારપાળના મૃત્યુ પછી તે જ ગરછના સુમતિસિંહસૂરિ પાટણ આવ્યા ને તેમણે પિતાને સાઈપૂર્ણમિયા તરીકે ઓળખાવ્યા.
ખરતરગચ્છ-શ્રી જિનદત્તસૂરિથી આ ગરછની સ્થાપના થઈ મનાય છે. આ ગરછના શ્રી જિનદત્તસૂરિ, શ્રી જિનકુશળસરિ અને શ્રી જિનવલ્લભસૂરિ મહાન પ્રભાવિક આચાર્યો ગણાય છે. આ ગચ્છના આચાર્યોએ સારા પ્રમાણમાં નૂતન ગ્રંથ રચ્યા છે,
Jain Education International
For Private & Personal Use Only
www.jainelibrary.org